________________
શ્રી નેમિનાથજી
107
ક્યાં? અને મોક્ષમાર્ગમાં અંતરાય કરનાર, બાધારૂપ બનનાર મિથ્યા જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના ક્યાં? સુદેવ-સુગુરુ-સુધર્મરૂપ તત્વત્રયીની ઉપાસના ક્યાં? અને સંસારમાં રખડાવનાર કુદેવ-કુગુરુ-કુધર્મરૂપ કુતત્વત્રયી ક્યાં ?
ખોટી સમજણ અનાદિકાળથી હતી, તેનાથી મોટી શ્રદ્ધા અને ખોટા આચરણ થયાં, પરિણામે રત્નત્રયીની અનંતકાળથી વિરાધના જ વિરાધના કરી. તેના પ્રભાવે મોહમૂઢ બની મનબળ-વચનબળ-કાયબળની નિર્બળતા પ્રાપ્ત થઈ-વીર્યહીનતા મળી; તેના પ્રભાવે પાપનું જ કરણકરાવણ અને અનુમોદન ચાલુ રહ્યું. ફળ સ્વરૂપે મિથ્યાજ્ઞાન-દર્શનચારિત્રની જ પુષ્ટિ થઈ રસગારવ-રિદ્ધિગારવ, શાતાગારવમાં ગરકાવ થઈ જવાનું બન્યું. પરિગ્રહના ભાવથી ભારે થઈ, ચેતના મૂર્ણિત બની. માયાશલ્ય, નિયાણ-શલ્ય, મિથ્યાત્વ-શલ્યથી સ્વરૂપ ધર્મ નાશ પામ્યો, દુર્ગતિમાં છેદન, ભેદનાદિ દુઃખો વેધ્યા. આધ્યાત્મિક પતન થયું. કૃષ્ણ-નીલકાપોત ત્રણ અશુભલેશ્યા જ બહુલતયા રહી તેનાથી આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત બનેલા આત્માને જન્મમરણની ઘટમાળ જ અલી. કષાયોની પરંપરા વધી-વિષચક્ર જ ચાલ્યું. ભવસાગરના વમળમાં ફસાવાપણું થયું. - રાજીમતિને હવે સમજાયું કે નેમિપ્રભુના સ્નેહરાગથી તેમને પામવા જે વિલાપ કર્યો, આર્તધ્યાન કર્યું તેનાથી મેં મારા જ આત્માની કબર ખોદી નાખી છે. મારા આત્માને મેં દુર્ગતિનું ભાજન બનાવ્યો છે. અત્યાર સુધી જે અવળાઈ, ઊંધાઈ, વિપરીતતા કરી તેનું સચોટ ભાન થયું અને ખ્યાલ આવ્યો કે સુખને પામવાની મારી દિશા જ ખોટી હતી. પરમાંથી સુખ શોધવાનો મારો પ્રયત્ન એ રેતીમાંથી તેલ કાઢવા જેવો હતો. જ્યાં દિશા જ ખોટી હોય ત્યાં દશા કેવી રીતે સુધરે ? સત્ય સમજાતા
સહજ એટલે બીજના ટેકા વિના. સતત એટલે કાળાંતર-વિક્ષેપ વિના. સરળ એટલે ભેદ વિના.
વ્યના પોતાના ગુણ પ્રમાણેનું સહજ-સતત-સરળ કાર્ય એટલે જ દ્રવ્યનું વસ્તૃત્વ.