________________
શ્રી નેમિનાથજી 1069
ઉત્પાદ-વ્યય અને ધ્રુવતારૂપ પોતાનો સ્વભાવ છે, તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે કે દરેક દ્રવ્ય પોતાના સ્વભાવપણે જ વર્તે છે પણ બીજા દ્રવ્યના કારણે કોઇના ઉત્પાદ-વ્યય-ધ્રુવતા થતાં નથી. મારો પોતાનો આત્મા પણ પોતાના ઉત્પાદ-વ્યય-ધ્રુવ સ્વભાવમાં અનાદિ-અનંતકાળ વર્તે છે. આવા સ્વભાવ-ધર્મને જાણ્યા પછી, પરથી પોતાનું ભેદજ્ઞાન કરવા દ્વારા પોતાના આત્મામાં સ્થિરતા થાય છે. તે પહેલા નહિ એમ રાજીમતિને જણાયું.
મારા આત્મામાં વર્તતા આ વિષાદના ભાવો, આર્તતા, હૃદયવ્યથા, વિરહ-વેદના, પ્રેમરોગનો સંનિપાત, વિકારીભાવો એ જ ગુલામી છે, દાસત્વ છે, મોહદશા છે, અજ્ઞાન છે. આવો નિશ્ચય થતાં નિજપરમાત્મા કે જે વ્યવહારે નેમિપ્રભુ છે તેના આશ્રયે જ મોક્ષ છે. પારગામીપણું છે માટે નેમિપ્રભુના આશય સાથે ચાલીએ તો એહિ જ રૂડું કામ થયું કહેવાય. * આત્માએ પોતે પોતાનામાં લીનતા સાધવી, પોતાનામાં ઓગળી જવું. વીતરાગી પરિણામનું નક્કરપણું પામવું એ જ નેમિપ્રભુનો આશય છે. કારણકે તેઓએ પણ આ જ વીતરાગી પરિણામની ધારાને સાધવાનો પ્રયત્ન કર્યો છે માટે રાગધારા, અજ્ઞાનધારાને તોડીને સમ્યગ્રજ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામની વીતરાગી-ધારાને પ્રગટાવીએ તો જ તેમના આશય સાંથે ચાલ્યા કહેવાઇએ અને તો જ તે રૂડું કામ થયું કહેવાય. નિજ સ્વભાવમાં રમવું તે જ સર્વ આગમોનો સાર છે. - આમ “આશય સાથે ચાલીએ રે, એહિ જ રૂડું કામ” કડીમાં ઉક્ત ઉદ્ગારો દ્વારા શ્રીમદ્ આનંદઘનજી મહારાજે સ્વ-પર બોધાર્થે તત્ત્વરુચિની જાગૃતિ લાવવા અદ્ભૂત શબ્દોની ગૂંથણી કરી છે, જે તેના
જ્ઞાનનો આપણો ઉપયોગ, જે પ્રવાહથી નિત્ય , તેને સ્થિતિથી સ્થિર કરવો તે નિર્વિકલ્પકતા છે.