________________
1070
હૃદય. નયન નિહાળે જગધણી
ઊંડાણને સ્પર્શીએ ત્યારે જ ખ્યાલ આવે છે. પોતાના આત્મામાં કેવલજ્ઞાન-પર્યાયનો સંપૂર્ણ ઉઘાડ કરવા ઇચ્છતા આત્માએ, પરભાવોની અપેક્ષા રાખીને પરતંત્રતાને ઈચ્છવી એ અત્યંત નિરર્થક છે અને ચતુર્ગતિ પરિભ્રમણરૂપ મહાદુઃખનું કારણ છે.
મહામુનિવરોએ, તીર્થંકરોએ આદરેલો આ માર્ગ જ મોક્ષમાર્ગ છે અને એ જ સર્વ જન હિતકારી છે; એમ રાજીમતિને સ્પષ્ટ બોધરૂપે પરિણમ્યું.
ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમનાથ ભરથાર, મ. ધારણ, પોષણ, તારણો રે નવસર મુગતાહાર.. મનંરા..૬
અર્થ : મન, વચન, કાયાના શુદ્ધ પ્રણિધાને કરીને અથવા ઇચ્છાદિક ત્રણ યોગે કરીને શ્રી નેમિપ્રભુને સર્વપ્રકારે મારા સ્વામી તરીકે સ્વીકારી લઈ મેં તેમની જ આરાધના શરૂ કરી છે. તેને જ આશ્રયદાતા પાલનહાર, તારણહાર અને નવસેરો મોતીનો હાર માની લીધો છે. નવસેરા હારની માફક શ્રીનેમિનાથ સ્વામિને હૃદયમાં પૂરેપૂરા ધારણ કર્યા છે તેથી મારા સર્વ મનોરથોની પૂર્તિ થશે. મોતીનો નવસેરો હાર હૃદય વિષે રહીને આનંદ આપે છે તે પ્રમાણે ત્રિવિધ યોગથી ધારણ કરવામાં આવેલ નેમિપ્રભુ પણ મારા આનંદને માટે થયા છે.
વિવેચન ઃ શ્રી નેમિનાથ પ્રભુના જીવનરૂપી વિશાળ જીવનઆકાશમાં શ્રી રાજીમતીરૂપી વિજળી ખૂબ ચમકે છે તેથી પ્રભુના જીવનના પ્રસંગો સાથે રાજીમતીને વણી લઇને સ્તવનકારે પ્રભુની અસાધારણ વીતરાગતાનું અદ્ભૂત નિરૂપણ કર્યું છે. બીજા ત્રેવીસ તીર્થંકર ભગવંતો પણ જન્મથી વિરાગી હતા પરંતુ તેમાંના શ્રી મલ્લિનાથ સિવાયના દરેક તીર્થંકરોને ભોગાવલી બાકી હોવાથી પરણ્યા હતા ત્યારે શ્રીનેમિનાથ પ્રભુના
આત્મા લક્ષણથી જેમ જ્ઞાન સ્વરૂપ છે તેમ જ્ઞાન (કેવળજ્ઞાન) પરમાત્મા સ્વરૂપ છે. જ્ઞાન પરમ તત્વ છે. જ્ઞાન પરમાત્મા છે.