________________
1068 , હૃદય નયન નિહાળે જગધણી
1068 ,
એક માત્ર મિથ્યાત્વ જતાં ખોટી માન્યતાઓનો નાશ થાય છે અને પોતાનો, પોતાના સ્વામી સાથેનો સાચો સંબંધ સ્થાપિત થાય છે. મિથ્યાત્વની હાજરીમાં કરેલા સ્વામીના સંબંધો એ બધા પરમાર્થથી ખોટા સંબંધો છે. સમ્યગ્દર્શન થતાં પોતાના આત્માનો પોતાનામાં જ રહેલા પરમાત્મા સાથે સંબંધ સ્થાપિત થાય છે એટલે તેને પ્રાપ્ત કરવા સાચી સેવા આવે છે; તેથી સાચું સેવકપણું પ્રાપ્ત થાય છે. “તો રહે સેવક મામ” પંક્તિની સાર્થકતા થાય છે.
સમ્યકત્વ પ્રાપ્ત થયા પછી અવિરતિપણાના ત્યાગથી વિરતિપણું અને પ્રમત્તદશાના ત્યાગથી અપ્રમતપણું પ્રગટ થતાં શુદ્ધોપયોગરૂપ આત્મઘરમાં વિશેષ કરીને રહેવાનું થાય છે એટલે સ્વ-સ્વામી સંબંધ પુષ્ટ-પુષ્ટતર થતાં સેવક, સેવ્ય એવા સ્વામીની નિકટ-નિકટતર જત જાય છે અને અંતે પોતે પણ સ્વામીના તુલ્ય બની જાય છે. સેવક-સેવ્યના ભેદ ટળી જઈને અભેદ સધાઈ જાય છે. .
અજ્ઞાનદશામાં, ગાઢ મિથ્યાત્વદશામાં જે સ્વામી સંબંધ હતો તે મિથ્યા હતો એટલે ત્યાં સેવકપણું સાચું ન હતું. આવું સેવકપણું તે જ દાસત્વ, ગુલામીપણું હતું. ત્યાં પરતત્ત્વની સેવના હતી. સાચો સ્વામીસેવક સંબંધ સ્થાપિત થતાં જીવને શ્રદ્ધાનું થઈ જાય છે કે પોતાના આશ્રયે જ નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય છે, મલિનતાનો વ્યય થાય છે અને ધ્રુવતાનું અખંડ આલંબન રહ્યા જ કરે છે. પોતાનું કાર્ય પોતાનામાં જ જણાય છે. પરમાં પોતાનું કોઈ કાર્ય ભાસતું નથી. આત્મા પરને રજમાત્ર પણ સ્પર્શતો નથી. આવો વસ્તુ સ્વભાવ છે, એમ જાણીને રાજીમતિને એ સ્પષ્ટ થઈ ગયું કે વીતરાગતાને પ્રગટ કરવાના આશય સાથે જ ચાલવું જોઈએ. એ જ એક રૂડું એટલે શ્રેષ્ઠ કામ છે, તેને છોડીને બીજું કોઈ જ કામ જગતમાં શ્રેષ્ઠ નથી.
જ્ઞાનથી (મતિજ્ઞાનથી) જ્ઞાન (કેવળજ્ઞના)નું ધ્યાન ધરવું એ રાજયોગ છે.