________________
શ્રી નેમિનાથજી , 1067
આત્મામાં રહેલા ઘાતિકર્મોથી છૂટકારો થતો નથી અને પરતંત્રતાની બેડીમાંથી છૂટી શકાતું નથી. વીતરાગ માર્ગનું સેવન એટલે મહાવ્રતોને અંગીકાર કરવા, સમિતિ-ગુપ્તિથી મુક્ત થવું અને નિશ્ચય સમ્યકત્વથી યુક્ત બનીને જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ રત્નત્રયીને આરાધવી, નિરંતર પોતાના શુદ્ધ ચૈતન્યમય આત્માનું લક્ષ કરી તેના અવલંબને સ્વરૂપમાં સ્થિરતા અને રમણતા કરવી અને તેના દ્વારા શુભાશુભભાવરૂપ જે આશ્રવો છે, તેનાથી અટકવું..
આત્માને જ્યારે પોતાનું ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયક તત્ત્વ કેવું છે? એનું ભાન અને શ્રદ્ધા પ્રગટે છે ત્યારે જ પરમાં હુંપણા અને મારાપણાના ભાવરૂપ મિથ્યા માન્યતાનો અંત આવે છે. માટે આવી જ્યાં સભાનતા પ્રગટે છે ત્યાં સંવરનો જન્મ થાય છે અને આ સંવરનો જન્મ થયા પછી સ્વરૂપનું લક્ષ્ય કરીને જેટલું આત્મઘરમાં રહેવાપણું થાય છે તે નિર્જરા છે. આવા સંવર-નિર્જરરૂપ માર્ગને જ વીતરાગી માર્ગ કહેવામાં આવ્યો છે અને તેના સેવનને જ પરમાર્થથી ધર્મ ગણવામાં આવ્યો છે.
શુદ્ધાત્માને ધ્યાવતાં જ મુક્તિનો પંથ કપાય છે. નિજ સ્વભાવમાં રમણતા તે નિજ-ધર્મ છે. વિષયોમાં રાગાદિ પરિણામ યુક્ત દશા હોય ત્યાં સુધી તો આત્મ-સ્વભાવનું ભાન જ નથી અને તેથી તેનું ભાવનઘોલન વગેરે કાંઇ જ નથી; માટે ત્યાં સંવર-નિર્જરા રૂપ મોક્ષમાર્ગ પણ નથી. પરંતુ આશ્રવ અને બંધનો જ માર્ગ છે. સંવર-નિર્જરા સિવાય આત્માએ અસંખ્ય ભવો સુધીના એકઠા કરેલા સંચિત કર્મોનો નાશ થતો જ નથી. સ્વભાવના આશ્રયે જ સમ્યગ્રજ્ઞાનની ધારા પ્રગટે છે; માટે પરમ શરણ્ય એવા નિજ-પરમાત્માને જ ધ્યાવવાનો પુરુષાર્થ કરવાનો છે. તો જ “તો રહે સેવક મામ” પંક્તિની સાર્થકતા થઈ કહેવાય.
હું એજ છું!” એ દ્રવ્યદષ્ટિ છે. જ્યારે અવસ્થાંતરતાએ “હું' એવો ને એવો નથી.”
એ પર્યાયદષ્ટિ છે.