________________
1066
હૃદય નયન નિહાળે જગધણી
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ, મ. આશય સાથે ચાલિયે રે, એહિ જ રૂડું કામ.. મનરા...૧૫
અર્થઃ સાચો સેવક તે છે કે જે સ્વામીના માર્ગને અનુસરે. જ્યારે સ્વામીએ વીતરાગતા આદરી છે તો સેવક તરીકેનું મારું પણ કર્તવ્ય છે કે મારે પણ તે જ વીતરાગતાને આદરવી. સ્વામીના આશયને અનુસરીને ચાલવું એ જ એક શ્રેષ્ઠ કામ છે. એ સિવાય બીજો કોઈ માર્ગ જ નથી અર્થાત્ મારે પણ સ્વામીને અનુરૂપ વીતરાગતાની સાધના જ કરવી રહી.
વિવેચનઃ ચૌદમી કડીમાં જોયા પ્રમાણે ભાવનાઓના ભાવનથી રાજીમતિના જીવનમાં આંતરદશાનો ઉઘાડ થયો. સમજણનું સ્તરે વૃદ્ધિ પામ્યું. પોતે કોણ છે અને પોતાના સ્વામી કોણ છે? એ સ્વ-સ્વામી સંબંધની ઓળખ થઈ અને તે થતાં જ પોતાના સ્વયંના આત્માને છોડીને પરને સ્વામી કરવાનો તલસાટ, ઉભરો એ અજ્ઞાનનો વિલાસ હતો એ વાત સ્પષ્ટપણે સમજાય ગઈ. પોતાનામાં અજ્ઞાન, મિથ્યાત્વ, વિષયોનો રોગ, ગુલામી, પરતંત્રતા, પરાધીનતા હતાં. માટે જ પોતાના સ્વયંના તત્ત્વને ભૂલીને તે પરને સ્વામી કરવા તલસતો હતો, એ વાત રાજીમતિને સમજાઈ.
પર-દ્રવ્યમાં અણુમાત્ર પણ જે રતિ કરે છે, તે મૂઢ અને અજ્ઞાની બનીને સ્વરૂપમાં વિપરીતતાને ધારણ કરે છે. મારામાં રહેલ અજ્ઞાન જ મને આત્મ-સ્વભાવથી વિમુખ કરે છે. અજ્ઞાનના યોગે પરને પોતાનું માનીને જીવે વિષયોની ગુલામી કરી છે, માટે જ પરને સ્વામી કરવાના અને એના સેવક બનવાના – ગુલામીના ભાવો ઊભા રહ્યા છે. મારે જો આ ભવોભવની ગુલામીમાંથી છૂટવું હોય તો નેમિનાથ પ્રભુએ સમસ્ત સંસારનો ત્યાગ કરી જે વીતરાગ-માર્ગનું સેવન કર્યું છે, તે માર્ગ જ મારે પણ આદરવા યોગ્ય છે. વીતરાગ-માર્ગના સેવન સિવાય બીજી કોઈ રીતે
લયોપશમ સમકિત, સાયિક સમકિતની અપેક્ષાએ વ્યવહાર છે. "