________________
શ્રી નેમિનાથજી
રાજીમતિનું ચિંતન એક એક કડી ઉપર આગળ વધતાં હવે લોકભાવના ઉપર વિસ્તરે છે –
રાગી શું રાગ સહુ કરે રે, વૈરાગી સ્યો રાગ? મ. રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માંગ.. મનરા..૧૧
ચિંતનના સ્તરે રાજીમતિને પોતાનામાં રાગની બળવત્તરતા જણાઈ, રાગ એ સંનિપાત જ્વર જેવો ભાસ્યો. રાગી પ્રત્યેનો રાગ સંસાર વધારનાર છે જ્યારે તેનાથી ઉલટું રાગી પ્રત્યેનો વિરાગ એ મુમુક્ષુના લક્ષણો ધરાવે છે. રાગ હોય ત્યાં દ્વેષ હોય જ. આ જ મોહનીય કર્મની બળવત્તરતા જાણવી. જ્યાં રાગ છે ત્યાં પરસમયમાં પરતત્ત્વમાં મહાલવાપણું છે અને તેથી તે સ્વરૂપ-રમણતામાં બાધક છે, અંતરાયભૂત છે. આખો લોક બહિર્મુખ છે. પળે પળે રાગાદિના બંધનમાં જકડાતો જાય છે.
રાજીમતિને ચિંતન કરતાં આ લોક શું છે? જીવાત્માઓને ભવભ્રમણ કેમ? વગેરેનું જ્ઞાન થયું અને જણાયું કે લોકના કોઇક ખુણામાં તો મારું અસ્તિત્વ છે જ. આ પદ્વવ્યાત્મક લોકને તો કોઈએ બનાવ્યો જ નથી. જીવાદિ દ્રવ્યો અનાદિઅનંત કાળથી સ્વયં છે જ, સત્ સ્વરૂપે છે જ. આ લોકને કોઈએ માથા ઉપર ધારણ કરી રાખ્યો નથી તેમ તેનો નાશ પણ કોઈ કરી શકતું નથી. જેની ઉત્પત્તિ નથી તેનો નાશ પણ કેમ હોઈ શકે? ઉત્પાદ-સ્વભાવના કારણે દરેક દ્રવ્યમાં નવી-નવી અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. વ્યય-સ્વભાવના કારણે દરેક પર્યાયનો બીજી ક્ષણે નાશ થાય છે અને ધ્રુવ સ્વભાવના કારણે દરેક દ્રવ્ય પોતાના નિજસ્વરૂપને ટકાવી રાખે છે. વસ્તુના આવા ઉત્પાદ, વ્યય અને ધૃવાત્મક સ્વભાવ સિવાય કોઈ તેનો કરનાર, હરનાર કે ધરનાર નથી. આ લોકનું આવું જ સ્વરૂપ
પુણલના ગુણધર્મોને, જીવે પોતાના માનવા તે જીવનું મિથ્યાત્વ છે.