________________
1056 , હૃદય નયન નિહાળે જગધણી
પ્રગટે છે, તેના તપમાં કર્મો બળીને ભસ્મીભૂત થાય છે. તેથી જ ધ્યાનાગ્નિ વડે જે કર્મોને તપાવે અને આત્માને ઉજળો કરે તેને તપ કહ્યો છે; આવા આત્માના ભાન વિના બહારમાં આહારાદિને છોડીને ઉગ્ર તપ કરે તો પણ તેનાથી મોક્ષના કારણરૂપ નિર્જરા થતી નથી, ભવભ્રમણ મટતું નથી.
દેહાદિ પ્રત્યે જે ઔદાસીન્યભાવ કેળવવાનો કહ્યો છે, તે પણ શામળાને અર્થાત્ નિજપરમાત્માને પ્રાપ્ત કરવા માટે છે. નિજ ચૈતન્યસ્વરૂપમાં સ્થિરતા થાય ત્યારે જ શુદ્ધતાની વૃદ્ધિરૂપ તપ અને નિર્જરા થાય છે. નેમિપ્રભુ આવા જ તપમાં લીન થયેલા છે, એમ રાજીમતિને હવે સમજાયું.
ભગવાનશ્રી કુંદકુંદાચાર્ય પણ આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે કે “નિર્જરા એ સંવરપૂર્વક થાય છે અને શુદ્ધોપયોગથી સમૃદ્ધ તપ જ. નિર્જરાનું કારણ છે.
ધર્મની ઉત્પત્તિ તે સંવર છે. તેમાં વૃદ્ધિ તે નિર્જરા છે અને તેમાં પૂર્ણતા તે મોક્ષ છે. આમ શુદ્ધિની ઉત્પત્તિ અને સ્થિતિરૂપ સંવર તથા વૃદ્ધિરૂપ નિર્જરા એ મોક્ષમાર્ગ છે; તેથી જ મોક્ષમાર્ગમાં ભાવનાનું અધિક મહત્વ છે અને તેમાં નિરંતર આગળ વધતા રહેવાની ભાવના જ નિર્જરા છે. આ સત્યતાનું ભાન રાજીમતિને થતાં તેના ચિત્તમાં રહેલા વિષાદના ભાવો વીતરાગતામાં પલટાવા માંડ્યા. નિર્જરાભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે –
“શુદ્ધાત્મકી રૂચિ, સંવર સાધના હૈ નિર્જરા, ધૃવધામ નિજ ભગવાન કી આરાધના હૈ નિર્જરા, વૈરાગ્ય જનની, બંધ કી વિધ્વંસની હૈ નિર્જરા, હે સાધકો કી સંગિની, આનંદ જનની નિર્જરી.”
શૂલ જગતની ઉત્પત્તિ એ પ્રકૃતિનું કાર્ય છે.