________________
શ્રી નેમિનાથજી
1055
મારામાં આત્મજ્ઞાન-આત્મભાન ક્યાંથી આવે ? મિથ્યાત્વ-ભાવમાં રમણતા છે, વળી પાછી હું અવ્રતી છું, રાગાદિ કષાયો મારામાંથી ગયા નથી, પ્રમાદ પણ સાથે છે, યોગોનું કંપન પણ વર્તે છે. આ તો સંસારના તાપમાં તપતાં એવા મારા આત્મામાં ઇંધણને નાંખવા સમાન છે, જે આંતરઅગ્નિને પ્રજ્વલિત કરી રહેલ છે. તેથી જ હવે આ દુર્લભ એવા આ મનુષ્યભવમાં આત્મહિત કરી લેવા જેવું છે. કર્મોની નિર્જરા એ જ શ્રેયનો માર્ગ છે. શુભભાવોથી યુક્તતા એ પ્રેયનો માર્ગ છે જે કર્મધારા છે; જ્યારે ઉપયોગમાં રાગ વગરની જે શુદ્ધતા છે તે જ્ઞાનધારા છે, તે પ્રશાન્તવાહિતા છે અને તે સંવર-નિર્જરાયુક્ત હોવાથી મોક્ષનું કારણ છે.
શુદ્ધતારૂપ જ્ઞાનધારાને અંગીકાર કરવી તે જ મારું સ્વરૂપ છે અને શુભાશુભ હોવાથી યુક્ત જે કર્મધારા છે તે મારું સ્વરૂપ નથી, માટે તે છોડવા યોગ્ય છે. આમ રાજીમતને ભેદજ્ઞાન થયું. ચૈતન્ય સ્વરૂપમાં રહેવારૂપ વિશેષ પુરુષાર્થ વડે શુદ્ધતાની વૃદ્ધિ કરવાની છે અને અશુદ્ધતાની હાનિ કરવાની છે. આ જ ભાવનિર્જરા છે અને આવી ભાવનિર્જરા જ્યાં હોય છે ત્યાં પુદ્ગલ કર્યો પોતાની કર્મરૂપ અવસ્થાને છોડીને અકર્મરૂપ એટલે કે કાર્મણવર્ગણારૂપે થઇ જાય છે, તેને દ્રવ્યનિર્જરા કહી છે. પોતાના ચૈતન્યની શુદ્ધતાની જેને ખબર નથી અથવા તો ગુણોને પ્રગટ કરવાની જેને તીવ્રરુચિ નથી, તેને સમ્યક્-તપ કે નિર્જરા હોતી નથી.
અધ્યાત્મસારના યોગાધિકારમાં જ્ઞાનયોગને જ શુદ્ધ તપ કહ્યો છે અને તે આત્મસ્વરૂપમાં રમણતા કરવારૂપ છે. તેથી જ નિર્જરા એ ‘શામળા’ પ્રત્યેના પ્રશસ્તરાગ વડે નહિં પરંતુ શુદ્ધાત્મસ્વરૂપમાં રમણતા કરવાથી છે, માટે તેની જ વૃદ્ધિ કરતા રહેવું, એ જ મારું કર્તવ્ય છે; એમ રાજીમતિને સમજાયું. ચૈતન્ય સ્વરૂપના આનંદમય ધ્યાન વડે ભીતરમાં જે ધ્યાનાગ્નિ
દેહભાવે દેહમાં રહેવું તે કર્તા-ભોક્તા ભાવ દેહધર્મે દેહમાં રહેવું તે જ્ઞાતા-દૃષ્ટા ભાવ.