________________
1054 . હૃદય નયન નિહાળે જગધણી
હેતુરૂપ છે, તેથી તે આત્માની બહાર છે. આત્મા અનાદિ અનંત કાળથી સ્વયંના શુદ્ધ સ્વભાવથી નિર્મળ-નિર્વિકલ્પ ત્રિકાળી અખંડ એક જ્ઞાયક છે, અને રહ્યો છે, તે જ્ઞાનાનંદ સ્વભાવી છે. તે જ્ઞાયક સ્વયંના જ્ઞાનમાં અનુભવગમ્ય છે. જે સ્વયં જ્ઞાતા, જ્ઞાન અને શેય રૂપ છે. આવા આત્માના સ્વરૂપને રાજીમતિએ ચિંતનની ભૂમિકામાં બોધરૂપે જાણ્યું; તેથી તેની વાંછાઓ, ઓગળવા લાગી. તત્ત્વ-બોધ જીવંત બન્યો. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે – “મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન, ચરિત્ત છે, મુજ આત્મ પ્રત્યાખ્યાન, ને મુજ આત્મ સંવર યોગ છે.”.
હવે દશમી કડીમાં રાજીમતિનું ચિંતન નિર્જરા-ભાવના ઉપર વિસ્તરે છે –
સખી કહે એ શામળો રે, હું કહું લક્ષણ સેત, મ. ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત.. મનરા..૧૦
રાજીમતિ સ્વયંને ઢંઢોળીને કહી રહી હતી કે જે આ શામળા, સોહામણાને પ્રાપ્ત કરવા તારો આંતરિક વિષાદ ઘેરો ને ઘેરો બની રહ્યો છે, તે કદાપિ તારો થનાર નથી. છતાં પણ અંતઃકરણની બળવત્તરતા તેને છોડતી નથી. સખીઓ સામાન્યથી સ્વામીની આજ્ઞાંકિત હોય છે. અહિંયા સખીઓ એટલે ગાઢ મિથ્યાત્વમાં રમણતા કરનારી, મિથ્યાત્વ-ભાવોની પુષ્ટિ કરનારી બહિરાત્મભાવોની મારામાં રહેલી પ્રબળતા એ જ અભિપ્રેત છે; જે હેત, સ્નેહ, ઈર્ષા, પ્રીતિ, લજ્જા, કામ્યભાવ, સ્વાર્થી મનોવૃત્તિ, ગોપનીયતા, વગેરે લક્ષણોથી જણાય છે. શામળો શબ્દ મળો, દોષો, વગેરે અર્થને જણાવે છે. આ સર્વથી એ જ વાત જણાય છે કે આશ્રવભાવો એ બંધના હેતુ કહ્યા છે, તેનાથી હું હજુ સુધી છૂટી શકી નથી, તો પછી
બોલવું એટલે સંસાર! વિચારવું એટલે સંસાર ! ઈચ્છતું એટલે સંસાર!
બોલીએ નહિ, વિચારીએ નહિ, ઈચ્છીએ નહિ તો સંસાર શું?
*