________________
1058
હૃદય નયન નિહાળે જગધણી
છે, જેમાં જીવ દ્રવ્ય અને પુદ્ગલ દ્રવ્યો અનંતની સંખ્યામાં છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એક-એકની સંખ્યામાં છે અને કાળ અપ્રદેશી ઉપચરિત દ્રવ્ય છે. અનંતાનંત સિદ્ધભગવંતો પણ લોકના અગ્ર ભાગે સ્વસ્વરૂપમાં લીનપણે રહેલા છે. ષદ્ભવ્યાત્મક લોકમાં મારું અસ્તિત્વ ચૈતન્યસ્વરૂપે છે. હું જ્ઞાતા-દષ્ટા એવો આત્મા છું, ધ્રુવ છું, એક છું, અખંડ છું, સકલ નિરાવરણ પ્રત્યક્ષ પ્રતિભાસમય અનંતાનંત ગુણોનો પિંડ છું. વીતરાગી સમભાવરૂપ છું. આત્મામાં લોકાલોકનું જ્ઞાતાપણું છે, કર્તાપણું નથી. કર્તાપણું આવ્યું એટલે રાગ-દ્વેષની બટેલીયન પણ આવી જ સમજો. તેથી જ ચૈતન્ય-સ્વરૂપમાં વિલસવું એ જ સ્વભાવ/લક્ષણ છે. સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિ વડે આત્માનું સમ્યજ્ઞાન પ્રકાશે છે. આવા સમ્યાન સાથે અનંતાનુબંધી કષાયોનો અભાવ થતાં વીતરાગી સમભાવ પ્રગટે છે, જેનાથી જીવને પરિભ્રમણ થતું નથી. આમ પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની જીવો દુઃખ ભોગવતા રહ્યા છે અને ચૌદરાજલોકમાં સર્વત્ર ભ્રમણ કરતાં જન્મ-મરણ કર્યા જ કરે છે. સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ સમભાવ વગર જીવ કષાયરૂપ વિષમભાવથી સર્વત્ર દુઃખી જ જણાય છે. સમભાવ વિના ક્યાંય પણ સુખ નથી. આખો લોક રાગમોહ-માયા-મમતાના ભાવોમાં તણાતો જ જાય છે, તો શું હું પણ આ રાગાદિભાવોથી મુક્ત છું ખરી ? જો નથી તો મારી અને `અજ્ઞાનીમિથ્યાત્વી જનોની સ્થિતિ તો એક થઈ.
‘રાગી શું રાગ સહુ રે’ એ લોક સંજ્ઞા હજી પણ મારામાંથી ગઈ નથી. હું ધર્મી થવા ઈચ્છું છું. મારો ચૈતન્ય-લોક તો મારા આત્માની અંદર છે તેને જ મારે અવલોકવાનો છે. મારો લોક જનમાનસ જેવો મારાથી બહાર નથી, તેમ બહારનો લોક મારામાં નથી. રાજીમતિના માનસપટ
આરાઘના વિકલ તત્ત્વ છે. સિદ્ધત્વ સકલ તત્ત્વ છે.