________________
શ્રી નેમિનાથજી , 1047
-
IU4/
* ચિંતનના સ્તરે જણાયું કે છએ દ્રવ્યો પોત-પોતાના એકત્વમાં રમી રહ્યા છે, પોત-પોતાના ગુણ-પર્યાયમાં પરિણમી રહ્યાં છે. આવું એત્વપણું
એ વસ્તુનું સ્વરૂપ છે. સંસારી અવસ્થામાં ચેતનદ્રવ્યને જડ એવા પુદ્ગલ દ્રવ્યનો સંયોગ છે-સહકાર છે પણ કારકતા નથી. તેથી તે તેના સંદર્ભમાં એકત્વપણાને જ સૂચવે છે. આમ એકત્વપણું તે આત્માનો દ્રવ્યગત સ્વભાવ છે. અનાદિ-અનંતકાળથી વસ્તુનો જે સ્વભાવ છે, તે વસ્તુના અખંડપણાનો સૂચક છે. પદાર્થમાત્ર સ્વયંમા જ પરિણમી રહ્યા છે, તે જ સ્વતંત્રતાનું સૂચક છે. સ્વયંનુ ઉપાદાન જ નિમિત્તને પામીને કારણ બની, કારક થઈ, કાર્યમાં પરિણમે છે. - આમ એકત્વની પ્રતીતિમાં સ્વાધીનતાનું સ્વાભિમાન જાગૃત થાય છે, આત્માને સ્વાધીન બનાવવાની ભાવના પુષ્ટ થાય છે અને રુચિ સ્વાભાવિક રીતે સ્વસમ્મુખતા પ્રતિ ઢળે છે, આ જ એકત્વ ભાવનાનું વાસ્તવિક ફળ છે. જ્ઞાની આંત્માઓ પોતાના જ્ઞાનમય વીતરાગ-સ્વરૂપમાં જ્ઞાતા-દષ્ટાભાવે એકત્વપણે રહે છે. - આમ જુઓ તો અજ્ઞાની કે જ્ઞાની, કોઈનું પણ કાર્યક્ષેત્ર પોતાના આત્માની બહાર નથી, સ્વયમાં જ છે પરન્તુ અજ્ઞાનીને ભ્રમથી તે બહારમાં જણાય છે. આમ રાજીમતિને એકત્વપણાનો બોધ લાધ્યો. પશુભાવો દિવ્યભાવમાં પલટાવા માંડ્યા, અંતરાત્મદશાની વૃદ્ધિ થતાં પોતાનામાં છુપાયેલ પરમાત્મપદ દેખાવા માંડ્યું, વિષાદના વાદળો વિખરાયા, એકત્વભાવનો બોધ જીવંતરૂપે પરિણત થયો. આના પુષ્ટિકરણમાં કહ્યું છે કે
એકાકી ચેતન સદા, ફિરે સકલ સંસાર, સાથી જીવ ન દૂસરો, યહી એકત્વ વિચાર.”- ભાવના સંગ્રહ
અજ્ઞાન કદી અજ્ઞાનને જાણવા ન દે અને માયા કદી માયાને જાણવા ન દે;
એવું કાર્ય અજ્ઞાન અને માયાનું છે.