________________
1048, હૃદય નયન નિહાળે જગધણી
•
•
“જન્મ-મરણ એક જ કરે, સુખ દુઃખ વેદે એક, નર્કગમન પણ એકલો, મોક્ષ જાય જીવ એક. જો જીવ તું છે એકલો, તો તજ સૌ પરભાવ, આત્મા ધ્યાવો જ્ઞાનમય, શીવ્ર મોક્ષ સુખ થાય.” - યોગસાર
પાંચમા અને છઠ્ઠી કડીમાં અન્યત્વ ભાવના ઉપર જે પ્રકાશ પંડી રહ્યો છે તેને જણાવે છે.
પ્રેમ કલ્પતરુ છેદિયો રે, ધરિયો જોગ ધતૂર, મ.. ચતુરાઈસે કુણ કહો રે, ગુરુ મિલિયો જગ સૂર?.. મનરા..૫ માહરૂ તો એમાં કશુ નહીં રે, આપ વિચારો રાજ! મ. " રાજસભામાં બેસતાં રે, કિસહી વધશે લાજ?. મનરા..૬
પ્રસ્તુત કડી પાંચ અને છ ઉપર ચિંતન કરતાં રાજીમતિને પોતાનામાં રહેલ અન્યત્વ ગુણનો બોધ લાધ્યો. નેમિપ્રભુને પામવાનો વલોપાત, તેમને અપાતા ઓળંભા, પ્રેમરોગની ભરતી, પ્રેમરોગનો સંનિપાત વગેરે
જ્વર જેવા ભાસ્યા. મુમુક્ષુપણું, સંન્યાસીપણું, અપરિગ્રહપણું, વૈરાગ્ય એ જ મોક્ષમાર્ગમાં સ્થિરત્વને આપનાર છે એમ નિર્ણય થયો. ગુરુભગવંતો તત્ત્વરુચિને જાગ્રત કરનાર છે, તે તત્ત્વરુચિમાં બાધક મારી મનોવાંછા છે, જે પ્રાકૃતિક સ્તરે વિષાદતાને પ્રેરી રહી છે. આત્મતત્ત્વની ઉપાસનામાં બાધકરૂપ આ છેતરપીંડી છે. પરતત્ત્વમાં રમાડનારી આ ચેષ્ટા કદાપિ મારી થનાર નથી. પરદ્રવ્યનો સંયોગ આત્માને અનાદિથી વળગેલો છે પણ બંનેના લક્ષણો તદ્દન જુદા છે. આત્મા અસંયોગી વસ્તુ છે જ્યારે પોલિક સંયોગ વિકારી ધર્મવાળા છે, નાશવંત છે; જ્યારે આત્મા સ્વભાવથી જ અમૂર્ત, ધ્રુવ-અવિનાશી, અખંડ, અક્રિય, અક્રમિક, અદ્વિતીય
શાસ્ત્રાર્થ નથી કરવાની પણ પોતાના જીવનને સામે રાખીને સ્વરૂપાર્થ કરવાના છે.