________________
1046 , હૃદય નયન નિહાળે જગધણી
1046
,
પામવા વિષાદ કરવો એ કોઈ રીતે યોગ્ય નથી. સૌ પ્રથમ બહિરાત્મલક્ષી ભાવોને નષ્ટ કરાય, તો જ સમ્યકત્વાદિ-ભાવોમાં સ્થિરતા થાય. મોક્ષમાર્ગ તેમાં જ રહેલો છે અને તેમાં જ આત્માનું સાચુ હિત સમાયેલું છે. આ જ સંસાર-ભાવનાના પુષ્ટિકરણમાં કહ્યું છે કે –
“સંસાર છે પર્યાય મેં, નિજ આત્મા છુવધામ હૈ !' સંસાર સંકટમય, પરન્તુ આત્મા સુખધામ સુખધામ સે જો વિમુખ, વહ પર્યાય હી સંસાર હૈ! ધુવધામ કી આરાધના, આરાધના કા સાર હૈ!” .
હવે ચોથી કડીમાં એકત્વ ભાવનાનું પ્રતિબિંબ ઝીલાઈ રહ્યું છે. તે બતાવે છે –
પશુજનની કરુણા કરી રે, આણી હૃદય વિચાર, મ. માણસની કરુણા નહીં રે, એ કુણ ઘર આચાર? મનરા..૪
એકત્વ ભાવનાના દર્પણમાં પ્રસ્તુત કરીને વિચારતાં આ સંસારમાં પોતાના આત્માનું એકત્વ જણાયું. પશુભાવમાંથી દિવ્યભાવમાં સ્થિરત્વને પામવું, ભવાભિનંદીપણાનો ભાવ છૂટવો, એમાં જ આત્માનું સાચું કલ્યાણ છે; એ વાત રાજીમતિને સમજાઈ. અનાદિ-અનંતકાળથી પરભાવની રમણતામાં જ રમું છું, તે જ બહિરાત્મપણું છે; તો તેમાં મારો ઉદ્ધાર ક્યાંથી થાય ?
પ્રભુનો અનુગ્રહ ત્યારે જ થાય કે હું સભાનતાપૂર્વકની આત્મજાગૃતિથી મારા આત્માને કલ્યાણકામી બનાવું ! આ જ આચાર છે, આ જ શિરસ્તો છે.
પરપદાર્થમાં સચ્ચિદાનંદની વૃદ્ધિ એ વિષયભાવ છે. અને તેમાં આપણે કષાયભાવો,
જીવ નૈમિત્તિક કરીએ છીએ.