________________
- શ્રી નેમિનાથજી , 1045
- Us
-
હવે ત્રીજી કડી સંસાર ભાવના પર કેવો પડઘો પાડી રહી છે, તે
કહે છે.
નારી પખો શો નેહલો રે, સાચ કહે જગનાથ ! મ. ઈશ્વર અધગે ઘરી રે, તું મુજ ઝાલે ન હાથ. મનરા.૩
પ્રાકૃતિક ભાવોમાં ચંચળતાને કારણે મેં રાગાદિ પરિણામોને જીવંત રાખ્યા, તેમાં રુચિપૂર્વકની તન્મયતા કરી, સ્વયંની પુરુષાર્થ-ચેતનાને ન ઢંઢોળી, તો હવે પાણિગ્રહણ ક્યાંથી થાય ? અર્થાત્ પારગામી ક્યાંથી બનાય? સંયોગ-વિયોગથી ભરેલા સંસારભાવને જ નિરંતર ઇચ્છયો છે, તો હવે સુખી કેમ થવાય? -
અનાદિ મિથ્યાત્વના ઉદયથી જેમાં એક તસુભાર પણ સુખ નથી, એવા સંસારમાં ચતુર્ગતિ પરિભ્રમણ કર્યું છે, ત્રાસ-સ્થાવરના ભાવોમાં ઘોર દુઃખો અનુભવ્યા છે, જન્મ-મરણના ચકરાવા કર્યા છે, પાપભાવો દ્વારા અશુભમાં પ્રવર્તન કર્યું છે, આ વિષયચક્રમાંથી તે ક્યારે પણ બહાર નીકળ્યો જ નથી. આમ ચોર્યાશી લાખ જીવાયોનિમાં ભટકવાપણાને જીવત રાખ્યું છે. વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રણીત સત્યાર્થ ધર્મની વાંછા પણ ન કરી, આમ પોતાના વાસ્તવિક સ્વરૂપથી અજાણ, જીવ નવા-નવા કર્મો બાંધતો જ રહ્યો છે, સંસારને લંબાવતો જ રહ્યો છે. આમ વાસ્તવિકતાનું ભાન થતાં રાજીમતિને સમજાયું કે સંસાર-ભાવનાના અવલંબને સંસારની અસારતા અને પોતાના સ્વરૂપની સારભૂતતાનું ચિંતન જ એક શ્રેય-માર્ગ છે. | મારામાં રહેલા બહિરાત્મલક્ષી ભાવો જ મને સંસારથી ભિન્ન એવાં આત્માના શુદ્ધચૈતન્ય સ્વભાવનું ભાન કરવા દેતા નથી, તેથી નેમિપ્રભુને
જે વસ્તુ પરિણામે પણ દુઃખરૂપ છે, તેમાં સુખબુદ્ધિ-ભોગવૃત્તિ કરવી,
તેનું નામ પણ મોહ, મૂઢતા, રાગ, મિથ્યાત્વ.