________________
શ્રી નેમિનાથજી , 1041
• ભાવના-યોગમાં એકાગ્રતા એ શુદ્ધભાવોની જનની સમાન છે. તેથી મહામુનિવરો, મુમુક્ષુ-આત્માઓ તેમજ દીક્ષા પૂર્વે તીર્થકરો પણ વૈરાગ્યની દઢતા કરવા તેમજ તત્ત્વને આત્મસાત્ કરવા અનિત્યાદિ બાર ભાવનાઓનું નિરંતર સેવન કરે છે. બાર ભાવનાઓમાં પ્રથમની છ ભાવના વૈરાગ્યની દ્યોતક છે અને પછીની છ ભાવના તત્ત્વદૃષ્ટિની પ્રેરક છે જે મુમુક્ષુ આત્માને મુક્તિપંથનું પાથેય છે. જે આંતર-ઉદ્વેગોને શાંત કરવા દ્વારા વિષય-કષાયથી વિરક્તિ અને સંવર-નિર્જરરૂપ મોક્ષમાર્ગમાં અનુરક્તિ કરાવે છે, વિપત્તિમાં વૈર્યતાને બક્ષે છે, સંપત્તિમાં વિનમ્રતા પ્રદાન કરે છે, ભીતરમાં રહેલ મોહ અને ભયને હણીને ક્ષીણમોહમાં પલટાવે છે. આ ભાવનાઓના વારંવાર સેવનથી સંસાર, ભોગ પ્રત્યે ઉદાસીનતા અને સાચો વૈરાગ્ય કેળવાય છે. સાચી સમજણ એ દૂરગામી પરિણામોને આપે છે તેથી જ સાચી સમજણ એ જીવનનો સાર ગણાય છે તેનું મૂળ વૈરાગ્ય અને વૈરાગ્યપૂર્વકના ત્યાગમાં રહેલું છે.
• સાચી સમજણથી એ તત્ત્વ વિકસે છે કે સાંયોગિક પદાર્થો કે તેનો પરિગ્રહ, આત્મામાં મોહભાવ ઉત્પન્ન કરવામાં પ્રબળ નિમિત્ત છે અને તેના કારણે ઉત્પન્ન થતો મોહભાવ અત્યંત મારક (ઘાતક) છે. અનાદિના સંસ્કારના કારણે પ્રાપ્ત સંયોગોમાં તે તરફનું ખેંચાણ સતત રહ્યા કરે છે. ચંચળ મનને નાથવું ઘણું દૂષ્કર છે.
આ બધા પ્રકારના વ્રત, તપ, જપ વગેરેનો આયામ મનને કાબુમાં લેવા માટે જ બતાવવામાં આવ્યો છે. તત્ત્વની સમજણ ઉદય પામ્યા પછી દુન્યવી પદાર્થોનું મહત્વ રહેતું નથી. તત્ત્વનો નિર્ણય કરવા દ્રવ્યદષ્ટિને અપનાવવાની છે અને પર્યાયદષ્ટિને છોડવાની છે. એ પર્યાયદૃષ્ટિથી પરકમુખ થવા આ બાર ભાવનાઓનું ઘોલન ઉપયોગી છે;
થયું એને કહેવાય કે જે થયા બાદ ટળે નહિ, વિનાશ પામે નહિ અને
જે થયાં પછી સ્થિર થઈ જાય-સ્થાયી બની જાય.