________________
1040
હૃદય નયન નિહાળે જગધણી
ગુમાવી બેઠો છે. તત્ત્વદષ્ટિથી જોતાં જ્યાં ચિત્તવૃત્તિની વિષમતા ઓળખાઈ ત્યારે આ જ વલોપાત, નિજ-પરમાત્મસ્વરૂપના પરિણમનમાં પલટાવા માંડ્યો. ઉપયોગને સાચી દિશા મળી. “ભાવના' એટલે એકાગ્રતા. સ્વયં પ્રતિ થતી તત્ત્વ-વિચારણા પ્રગટ થતાં જણાયું કે સ્વયં સ્વયંના પુરુષાર્થથી જ મોહની આ પ્રગાઢદશાને બદલવી પડશે. પરસમય-પરતત્ત્વની ભજના એ જ અશુદ્ધતાનું કારણ છે. પોતાના નિજપરમાત્માને ભૂલીને પર-પદાર્થ સાથે રાગાદિભાવે જોડાવું-રાગાદિભાવે વિચારણા કરવી તે પરસમય છે, જે એકાંતે બંધનું કારણ છે અને તે સંસાર પરિભ્રમણ સિવાય અન્ય કોઈ ફળને આપતું નથી. પરસમય-પરતત્ત્વની ભજના એ આશ્રવ તત્ત્વ છે, જેની સત્તા ચૈતન્ય-સ્વભાવથી ભિન્ન છે. ચૈતન્ય-તત્ત્વ એ સ્વયંમ જ પરિણમે છે, અન્યરૂપે પરિણમતું નથી, તેવું જ્ઞાન લાધ્યું. :
સ્વયંની મુક્તિનો માર્ગ બંધભાવથી વિપરીતપણે આદરવામાં જ જાણ્યો. આશ્રવતત્ત્વનો નિરોધ કરવો એ જ સંવરતત્ત્વની ભજના છેસાધના છે. વાસ્તવિક ધર્મની શરૂઆત ત્યાંથી જ છે. સંવર થતા વિકારીભાવોનું સ્થંભન થાય છે. ચિત્તવૃત્તિમાં નિર્મળતા પ્રગટે છે. અને એ નિર્મળતાની વૃદ્ધિ એ જ નિર્જરા છે. સ્વયંનું તત્ત્વ પોતાની આત્યંતિક શુદ્ધદશાની ચરમ સીમાએ પહોંચે છે ત્યારે તે જ મોક્ષ કહેવાય છે, એમ જ્ઞાનમાં સમજાયું.
મોહ દશા ધરી ભાવના રે, ચિત લહે તત્ત્વ વિચાર એના પર ઉહાપોહ થતાં મોહદશાનું વાસ્તવિક ચિત્ર સ્પષ્ટ થવા માંડ્યું અને ભાવનાના ઉપયોગમાં સ્વરૂપનો સ્પષ્ટ બોધ લાધ્યો. ‘ભાવાતુ ભાવ પ્રસૂતિ’ એ ન્યાયે સ્વરૂપમાં સ્થિરતા વધવા માંડી. ભાવના-યોગના પરિપાક-રૂપે આંતરિક-દશા શુદ્ધતામાં પલટાઈ ગઈ અને સ્વયંના પ્રાણનાથના નિરધાર પ્રતિ કેન્દ્રિત થંઈ.
અક્ષરનો વિસ્તાર શબ્દ છે. શબ્દનો વિસ્તાર સૂત્ર છે. સૂત્રનો વિસ્તાર અધ્યાય છે અને અધ્યાયનો વિસ્તાર આગમ છે.