________________
શ્રી નેમિનાથજી , 1039
- “મોહ દશા ઘરી ભાવના”રે, ચિત્ત લઈ તત્ત્વ વિચાર, મ.
વીતરાગતા આદરી રે, પ્રાણનાથ ! નિરધાર.. મનરા..૧૪
અર્થ : અત્યાર સુધી તો મોહદશા ધારણ કરીને હું વિચારણા કરતી હતી ત્યારે મને સર્વ વિપરીત લાગતું હતું પણ તત્ત્વદષ્ટિથી ચિત્તમાં વિચારણા કરતા હવે બધું યે બરાબર લાગે છે અને તે પ્રાણનાથ ! મને નિરધાર એટલે ખાત્રી થઈ છે કે આપે વીતરાગતા ધારણ કરી લીધી છે. તત્ત્વદૃષ્ટિના આયનામાં જોતાં હવે સમજાય છે કે આપે જે કાંઈ કર્યું છે, તે બધું આપની વીતરાગતા સાથે બરાબર બંધબેસતું છે. - વિવેચનઃ રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો નિજપરમાત્મા પ્રતિનો ઉત્કટ પ્રેમ, આધ્યાત્મિક રુચિ, જ્ઞાનનું વેદન,
સ્વયંની ખોજ પ્રત્યેનો તલવલાટ વિશેષ-વિશેષ સ્વરૂપને પામવા વલવલી (તરફડી) રહ્યો છે અને તે વલવલાટ રાજીમતિરૂપ પ્રાકૃતિક ચેષ્ટા દ્વારા વ્યક્ત થઈ રહ્યો છે. અને તે “મોહદશા ધરી ભાવના રે, જીવ લહે તત્ત્વ વિચાર”એ પંક્તિમાં સ્વ-પર બોધાર્થે જણાવાઈ રહ્યો છે. ' આ અગાઉની તેરે તેર કડી પર્યાયદષ્ટિયુકત-પરસમય-પરતત્ત્વમાં રાચવાપૂર્વક આલેખાયેલી છે, જેમાં નિર્મળ પ્રેમરોગની ભરતી-પ્રેમરોગનો સંનિપાત વ્યક્ત થતો હતો. જેમાં મનરૂપી ઘોડલા કાયારૂપી રથને ચલાવવામાં એટલે કે સંકલ્પ-વિકલ્પ કરવામાં જોડાયેલા હતા, જે પ્રકૃતિગત ચાંચલ્યતાને બતાવે છે, સરાગીપણાને ઓળખાવે છે અને અધ્યાત્મની નીચેની ભૂમિકાને જણાવે છે. આમ પોતાનામાં રહેલ મોહદશા-રાગની અવસ્થાને જોતાં સમજાયું કે મારી ચિત્તવૃત્તિ ઉપર રાગે કબજો જમાવેલ છે. એકાંતિક બનેલો રાગ, આંતર-વેદના આંતર-વલોપાત અને સંનિપાતમાં પરિણમ્યો છે જેના કારણે મારો આત્મા જ્ઞાતા-દષ્ટાભાવની જાગૃતિપૂર્વકની સભાનતા
ધ્યાન દ્વારા ઉપયોગની ઘારા, તૈલવત્ એકધારે ચાલી જાય છે, તે નિશ્ચય યારિત્ર્ય છે.