________________
1038
હૃદય નયન નિહાળે જગધણી
પણ આપ તો શુદ્ધ જ હતા અને ભવિષ્યકાળમાં પણ શુદ્ધ જ રહેવાના છો કારણકે આપનો સ્વભાવ જ પ્રત્યક્ષ પ્રતિભાસમય, સકળ નિરાવરણ સ્વરૂપ છે. આપ પરમ-પારિણામિક ભાવ સ્વરૂપમાં નિમગ્ન છો, અમૂર્ત છો, અખંડ છો ! મારી પર્યાયમાં આપ દ્રવ્યદૃષ્ટિમયતાની એક ઝલક કરી ઝળકો- અભેદરૂપે પરિણમો તો હું માનીશ કે આપનો મારા ઉપર અનુગ્રહ થયો છે. આપે મારી સાથે પાણિગ્રહણ કર્યું છે ! '
પાણિગ્રહણ તે હસ્તગ્રહણ છે. લોકવ્યવહારમાં તે કર્યા પછી પ્રાણાતે પણ છોડી ન શકાય એવો તેમાં એકરાર હોય છે. તેને પ્રાણના અંત સુધી નિભાવવામાં આવે છે. તેનું આધ્યાત્મિક અર્થઘટન કરતાં દ્રવ્યદૃષ્ટિના આયનામાં એ જણાય છે કે પાણિગ્રહણ કરવું. એટલે પારગામી થવું. સંસારનો અંત કરવો. સ્વરૂપમાં ડૂબી જઈ તેમાં લયતા પામવી. તેથી હે નાથ ! આવા પાણિગ્રહણને હું ઈચ્છી રહી છું અર્થાતુ આપના સંબંધે સંસારનો અંત કરી પારગામી બનવા સિવાય મારી કોઈ બીજી ઈચ્છા નથી. આપ જો મારી આ ભાવનાને પૂર્ણ કરશો તો શુદ્ધોપયોગમાં રમણતા કરવા દ્વારા મારા કાર્ય સીઝયા ગણાશે. - પાણિગ્રહણ એટલે ઉપયોગરૂપી જ્ઞાનપર્યાયનું અભેદમાં સમાઈ જવું, સાદિ-અનંત કાળ સુધી પરમ-પારિણામિક ભાવમાં સ્થિર થઈ જવું, વિકારી ભાવોનું પર્યાયમાં પ્રગટ થવું અને અજ્ઞાન ના કારણે તેમાં મમત્વ કરી રાગપાશે બંધાવું તે તો જન્મ-મરણનાં ચક્રમાં પડવા જેવું છે.
જે દૃષ્ટિથી હું આપને જોઈ રહી છું તે દૃષ્ટિથી આપ મને જોતા નથી તો હવે શું ? તેને જણાવતી આ કડીમાં યોગીરાજ રાજીમતિના આંતર મનોમંથનને વાચા આપી રહ્યા છે –
હૃદયમાં રાખવું એનું નામ રૂયિ!