________________
શ્રી નેમિનાથજી
1037
આખરે તો પર્યાયષ્ટિ ટાળવાની છે અને દ્રવ્યદૃષ્ટિમય જ થવાનું છે, જે સ્વભાવગત છે.
આ જ સ્તવનની ૧૧મી કડી ‘રાગીશું રાગી સહુ રે, વૈરાગી સ્યો રાગ’’માં રાગીની સરાગી-અવસ્થા તથા વીતરાગતા ઉપર વિશેષ દૃષ્ટિકોણથી આલેખન થઇ ચૂક્યું છે, તે જ વસ્તુ વિશેષને ૧૩મી કડી “જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ'' થી પર્યાયઢષ્ટિકોણથી આલેખવામાં આવેલ છે.
‘તિણ જોણી જુઓ રાજ' દ્વારા વીતરાગી-અવસ્થામાં સ્થિર થયેલા નેમિનાથ પ્રભુને રાજીમતિજી ‘રાજ' શબ્દ દ્વારા સંબોધિત કરી રહેલ છે અને તે સંબોધન વીતરાગ પ્રતિનું છે, એવો અંગુલિનિર્દેશ કરે છે. શ્રીનેમિ પ્રભુ વીતરાગ ભાવમાં ઝૂલનારા છે. તેમનામાં રાગ સંભવતો જ નથી.
“જિણ જોણે તુમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ” આ કડીને પર્યાયષ્ટિથી જોતાં રાજીમતિના સરાગીપણાને જ વિશેષ રીતે જણાવે છે: રાગ અને વીતરાગતા સાથે રહી શકે નહિં. વીતરાગને રાગભાવની ધૂલી કોઈ કાળે સ્પર્શી શકતી નથી. બંનેનો વસ્તુ સ્વભાવ જ જુદો છે.
વિશેષ દૃષ્ટિકોણથી જોતાં કવિવર્ય આનંદઘનજી મહારાજા પોતાના પ્રકૃતિરૂપ ખોળિયામાં રહીને પોતાના નિજપરમાત્માને પોતાની પર્યાયમાં પ્રગટ થવા, પ્રતીતિમાં આવવા, અનુભવમાં આવવા વારંવાર પ્રાર્થી રહ્યા છે અને કહી રહ્યા છે કે હે પ્રભો ! આપ તો અનાદિથી શુદ્ધ જ છો, વર્તમાનમાં પણ આપ શુદ્ધ જ છો, ભૂતકાળની પ્રત્યેક પર્યાયોમાં
‘પર'માં સુધારો સંભવે અગર ન પણ સંભવે. પરંતુ આપણે નિર્ણય કરીએ, તો આપણા ‘સ્વ’ને નિશ્ચિત રીતે સુધારી શકીએ. સ્વમાં સ્વાધીન છીએ જ્યારે પરમાં પરાધીન છીએ.