________________
1036 , હૃદય નયન નિહાળે જગધણી
-
સૂચવે છે. પર-સમયમાં રમણતા છે, તેથી જ કર્તાપણું છૂટતું નથી કેમકે નિજ-પરમાત્મતત્ત્વ તો સકલ નિરાવરણ, ત્રિકાલ અકર્તા છે. સમસ્ત જીવરાશિઓનો આત્મા સ્વભાવથી ત્રણે ય કાળ અકર્તા છે, અનાદિઅનંત કાળથી અકર્તા છે. આ અકર્તાપણું એનો મૂળ સ્વભાવ છે. જો જીવાત્મા તેને દૃષ્ટિમાં નહિ લે અને પરદ્રવ્યનો હું કર્તા છું. એમ માનશે તો પણ તે તત્ત્વથી પરદ્રવ્ય કે પરભાવનો કર્તા બની શકવાનો નથી કારણકે “વત્યુ સહાવો ઘમ્મો' કહ્યો છે. દરેક દ્રવ્યનો સ્વભાવ ત્રણે ય . કાળ એક સરખો જ હોય છે, તે ક્યારે ય પણ બદલાતો નથી, તેમ ક્યારેય પણ બગડતો નથી. ટૂંકમાં આત્મા ક્યારે ય પણ પોતાની શુદ્ધતાને છોડતો નથી. તત્ત્વદૃષ્ટિથી-અધ્યાત્મશલિથી જોતાં પરિણામ, પરિણામમાં થાય છે, પર્યાય-પર્યાયમાં થાય છે, જે સત્તાથી-ત્રિકાલસત્તાથી ભિન્ન છે. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણમનમાં હસ્તક્ષેપ કરતું નથી.
આમ તેરમી કડી પર્યાયદષ્ટિથી આલેખાયેલ છે પરંતુ આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોતાં તેમાં દ્વિ-અર્થી સંકલના જણાય છે અને તેનો આધ્યાત્મિક અર્થ દ્રવ્યદૃષ્ટિમાં જ વિરામ પામે છે. આ વસ્તુસ્થિતિને શ્રીમદ્ આનંદઘનજી મહારાજે પોતાની આર્તનાના માધ્યમે સ્વ-પર બોધાર્થે રજુ કરેલ છે; એ જ એમની વિશિષ્ટકોટિની લાક્ષણિકતાને બતાવે છે.
નેમ-રાજુલનો આ તેર ગાથાનો સંવાદ સામાન્ય અર્થથી જોવામાં આવે તો તેનો વ્યાપ જુદો જ જણાશે. જે વ્યવહાર લક્ષી છે, ત્યાં માત્ર સંસાર જ રહેશે. માત્ર દષ્ટિને બદલવાની જરૂર છે. તે બદલાતાં અર્થઘટન બદલાઈ જશે. પછી એ સંવાદ નેમ-રાજુલનો ન રહેતાં સર્વ મુમુક્ષુ આત્માઓનો બનીને રહેશે.
આત્માને જે દુખરૂપ કોઈ હોય તો તે દેહ સ્વયં જ છે અને
અત્યંતરતાએ અજ્ઞાન અને મોહ એ દુઃખરૂપ છે.