________________
1042
હૃદય નયન નિહાળે જગધણી
ઉપમિતિકારે ઉપમિતિમાં ધ્યાનયોગને દ્વાદશ અંગનો સાર કહેલ છે અને તે ધ્યાનયોગમાં જવા ભાવના યોગ, એ રસાયણ છે કે જેનાથી ચૈતન્ય સ્વરૂપની સન્મુખતા થાય છે. તેના વિના એકલા કોરા શુભભાવથી મોક્ષમાર્ગ હાથમાં આવતો નથી. તેથી જ બાર ભાવનાની અનુપ્રેક્ષા વડે વૈરાગ્યની વૃદ્ધિ થતાં, આત્માની નિકટમાં વાસ થાય છે, જે તાત્ત્વિક ઉપવાસ છે. જેનાથી ચૈતન્યની શાંતિ પૂર્ણપણે વિકસે છે. ભેદજ્ઞાનપૂર્વકની ભાવનાઓ નિત્ય સેવવાલાયક છે, જે વૈરાગ્યની જનની હોવાથી મુનિઓને તત્ત્વરુચિમાં દઢ કરે છે.
રાજીમતિને હવે સમજાણું કે પોતાના ચૈતન્યસ્વરૂપ સિવાય ચૌદ રાજલોકમાં રહેલા સમસ્ત પૌદ્ગલિક પદાર્થો અનિત્ય અને ક્ષણભંગુર છે, સમસ્ત સંસારના સાંયોગિક પદાર્થો ઇન્દ્રજાળ સમાન છે, સ્વપ્ન સમાન છે, મોહદશાની સેનાની વૃદ્ધિ કરનાર છે. આમ અનિત્યતાનો બોધ દૃઢ થતાંસાકાર થતાં તેના ઉપરથી શ્રદ્ધા ઉઠી ગઇ, પરમાનંદ સ્વરૂપ પોતાનો આત્મા જ ઉપાદેય લાગ્યો.
આ સ્તવનની પૂર્વની તેરેતેર કડીઓને બારભાવનાના સ્તરમાં મમળાવીએ તો રાજીમતિનું આંતર-મંથન/વલોપાત સ્પષ્ટ બોધને સ્પર્શાવ્યા વિના રહે નહિ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે ‘મોહ દશા ધરી ભાવના રે' માં “ભાવના” શબ્દનો ઉલ્લેખ કરીને તેરે તેર ગાથાઓમાં બાર ભાવનાઓની ગૂંથણી કરીને બોધને વિશેષ-વિશેષ સ્તરે સ્પષ્ટ કર્યો છે, માર્મિકતાને ઉદ્ઘાટિત કરી છે એ જ બતાવે છે કે તેમની આંતરિકદશા વૈરાગ્યમય અને તત્ત્વદષ્ટિ પ્રેરક હતી તથા સ્વ-સ્વરૂપને પામવાની તીવ્ર ઝૂરણા તેમનામાં નિરંતર વૃદ્ધિ પામતી હતી.
બારે ભાવનાઓના માધ્યમે પૂર્વની તેરેતેર કડીઓને વિચારતાં
કર્યું એને કહેવાય કે જે કર્યાં બાદ, પછી કાંઇ કરવાપણું રહે નહિ.