________________
1030 , હૃદય નયન નિહાળે જગધણી
1030
4
વ્યવહારના આશ્રયે પણ ધર્મ થાય એમ જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. કોરા વ્યવહારના અવલંબને વ્યવહાર-ધર્મ થાય કે જે પુણ્યબંધદ્વારા સદ્ગતિ આપનાર છે પણ સંવર-નિર્જરારૂપ આત્મધર્મ કે જે મોક્ષમાર્ગ સ્વરૂપ છે, તે ન થાય. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ પણ ન કહેવાય. અનંતીવાર વ્યવહાર કર્યો છતાં નિશ્ચય પ્રગટ્યો નથી એ હકીકત છે. નિશ્ચયના લક્ષે જ નિશ્ચયધર્મ પ્રગટે અને વ્યવહારના લક્ષે વ્યવહાર ધર્મ જ પ્રગટે.
એક વસ્તુમાં બીજી વસ્તુની શક્તિ પ્રકાશીએ, એક વસ્તુ બે વસ્તુનું કાર્ય કરે, એમ માનવું અથવા તો સમ્ય અનેકાન્તથી વસ્તુનું જે
સ્વરૂપ નિશ્ચિત છે તેનાથી વિપરીત વસ્તુ-સ્વરૂપની કલ્પના કરી તેમાં તેનો આરોપ કરવો અને તે રૂપે તે વસ્તુને પ્રરૂપવી તે મિથ્યા અનેકાંત છે.
સમ્યજ્ઞાન તે ધર્મ છે તેમ જાણવું અને માનવું તે સમ્યગૂ એકાંત છે કારણકે તેમ કહેવામાં ગર્ભિતપણે સમ્યજ્ઞાન પૂર્વક વૈરાગ્ય હોય છે એમ આવી જાય છે. તેમ ત્યાગ એ જ ધર્મ છે એમ કહેવું અને માનવું તે મિથ્યા એકાંત છે કારણકે ત્યાગ સાથે સમ્યજ્ઞાન નિયમો હોય એવું નથી. અભવ્યને ત્યાગ હોય છે પણ સમ્યજ્ઞાન નથી હોતું જ્યારે ચતુર્થ ગુણસ્થાનકે સમ્યગુજ્ઞાનીને અનંતાનુબંધી કષાયના ક્ષર્યોપશમેજન્ય વૈરાગ્ય નિયમા હોય છે.
સ્વ-રૂપે હોવાપણું અને પરરૂપે નહિ હોવાપણું એ રૂપે પ્રમાણ દ્વારા જાણેલ પદાર્થના એકદેશનો વિષય કરનાર નય તે સમ્ય એકાંત છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો વસ્તુના અનેકાન્ત સ્વરૂપને સમજાવવાવાળી કથન પદ્ધતિને સ્યાદ્વાદ કહે છે. સ્યાદ્ એટલે કથંચિત- કોઈક પ્રકારેકોઈક સમ્ય અપેક્ષાએ અને વાદ એટલે કથન કરવું તે. આમ કોઈ
પરાશ્રિત પર્યાય એ વાસ્તવિક પર્યાય નથી. કારણકે તે વિનાશી પર્યાય છે.