________________
શ્રી નેમિનાથજી 1029
પ્રકાશ પાથરેલ છે. અનેકાન્ત એટલે અનેક અંત અર્થાત્ અનેક ધર્મો જેમાં હોય તે અનેકાન્ત. તેનાથી વિરુદ્ધ શબ્દ તે એકાંત છે. અનેક ધર્મોને બતાવનારો અનેકાન્ત, પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ કરનારો છે. અસ્તિ-નાસ્તિ, સત્-અસત્, નિત્ય-અનિત્ય, એક–અનેક, ઇત્યાદિ પરસ્પર વિરુદ્ધ જણાતાં ધર્મોને એક જ વસ્તુમાં અપેક્ષા ભેદે રાખનાર તે અનેકાન્ત છે. આત્મા સદા સ્વ-રૂપે છે અને પર-રુપે નથી એવી જે નિર્મળઢષ્ટિ તે જ સાચી અનેકાન્તદષ્ટિ છે. અનેકાન્તના બે ભેદ છે સમ્યગ્ અને મિથ્યા. તેમ એકાન્ત પણ સમ્યગ્ અને મિથ્યા બે ભેદે છે.
છે. તેમ
તે
સમ્યગ્ અનેકાન્ત તે પ્રમાણ અને મિથ્યા અનેકાન્ત તે પ્રમાણાભાસ સમ્યગ્ એકાન્ત તે નય અને મિથ્યા એકાન્ત તે નયાભાસ છે. આત્મા પોતાપણે છે અને પરપણે નથી એમ જાણવું અને માનવું સમ્યગ્ અનેકાન્ત છે. જ્યારે આત્મા પોતાપણે પણ છે અને પરપણે . પણ છે તેમ જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પર વસ્તુઓનું કાંઇ કરી શકતો નથી, શુદ્ધભાવથી ધર્મ થાય અને શુભભાવથી ધર્મ ન થાય, નિશ્ચયના આશ્રયે ધર્મ થાય અને વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય. જેમ જેમ વ્યવહાર ઘટતો જાય તેમ તેમ નિશ્ચય પ્રગટતો જાય, વ્યવહાર હોતે છતે ધર્મ થાય પણ વ્યવહારના આશ્રયે ધર્મ ન થાય, ધર્મ તો ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યરૂપ નિશ્ચયના આશ્રયે જ થાય આમ જાણવું, માનવું અને સ્વીકારવું તે સમ્યગ્ અનેકાન્ત છે. તેનાથી વિપરીતપણે જાણવું અને માનવું તે મિથ્યા અનેકાન્ત છે. આત્મા પોતાનું કરી શકે છે અને શરીરાદિ પરનું પણ કરી શકે છે. શુદ્ધભાવથી પણ ધર્મ થાય અને શુભભાવથી પણ ધર્મ થાય. નિશ્ચયના આશ્રયે પણ ધર્મ થાય અને
દોષોને-વિકારોને કાઢી નાંખતા બાકી રહે છે તે આત્માનું સ્વરૂપ છે.