________________
1028 , હૃદય નયન નિહાળે જગધણી
કહી રહી હતી કે જે ગુહ્ય અમારા લોકમાં ઘટતું નથી તેથી આપ અનેકાંતમાં રમો છો એ જ તમારી ગુહ્યતા છે. તમે કદાપિ અમારી નાતના થનારા નથી. તમે અમારા જેવા કોઈપણ લક્ષણો ધરાવતાં નથી, તેથી તમે ન્યાત બહારના કહેવાઓ છો ! તમારા માનેલ ગુહ્યતા, અનેકાંતતા, બ્રહ્મચારીપણું, વગેરે અમારી ન્યાતની માન્યતામાં “રોગ' સમાન ગણત્રીમાં લીધેલ છે, અમે આવા રોગને સંઘરતા નથી. જો તમને અમારી જેમ માનસ-પરિવર્તનમાં માનનારા ન હોય તો તમારે અને અમારે શું સંબંધ . છે ? તમારી સાથે સંબંધ રાખવા વડે કરીને શું ?
માટે હે નાથ ! આપ જે “અનેકાંતિક ભોગવો છો તે તો માત્ર “બ્રહ્મચારી ગત રોગ જ સમજવો. તેથી જો આપણો સંબંધ જાળવવો. હોય તો આ ગુહ્યત્વાદિને વિસારો, બાજુએ મૂકો અને સંસારને માણો, પુનરાગમન કરો, હજુ પણ સમય છે. ગુહ્યતાને ભોગવવાનો તમારો સમય હજુ પાક્યો નથી માટે આપ વિચારો !
આ રીતે રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજા નેમિનાથ પ્રભુને પ્રાર્થી રહ્યા છે કે હું મારા નાથ ! આપ તો અનેકાંતિકને ભોગવી રહ્યા છો કે જે જગતમાં બ્રહ્મચારી ગત રોગ ગણાય છે. તો હવે આપ આપના આ અનેકાંતિકપણાને પૂર્ણપણે વિદિત કરો, જેથી જન માનસમાં પથરાયેલું અજ્ઞાન દૂર થાય, લોકમાં પ્રકાશ પથરાય !
પ્રભુ જાણે કે આ પ્રશ્ન પરત્વેના પ્રત્યુત્તરમાં પ્રકાશ પાથરી રહ્યા હોય તેમ ઉદ્ઘોષિત થતો દિવ્યપ્રકાશ રાજીમતિના સ્વાંગમાં રહેલ શ્રીમદ્ આનંદઘનજીના માનસપટપર પથરાઈ રહ્યો.
શાસ્ત્રકાર ભગવંતોએ આ અનેકાન્ત વગેરે શબ્દ પર સારો એવો
સાઘન બહારનું હોય ! પરંતુ સાઘના તો અંદરની હોય ! સાધના બહારની ન હોય !