________________
શ્રી નેમિનાથજી
1027
આના દ્વારા તેઓશ્રી એક જ વાત કરી રહ્યા છે કે હે મારા નાથ! આપની આ સઘળી ગુહ્યતાથી સઘળો ય લોક પરાક઼મુખ હોવાથી આપ એમની નાતના નથી કારણકે ગુહ્યતા એ બાહ્ય ચીજ નથી, તે તો અંતરંગ પરિણમન સાથે સંબંધ ધરાવે છે; જ્યારે સઘળો ય લોક બાહ્ય ભાવમાંપર-સમયમાં/પર-તત્ત્વમાં રાચી રહેલો છે, ગાઢ અંધકારમય એવા મિથ્યાત્વના પરિણામમાં ઝીલી રહ્યો છે. કર્મબંધના મૂળ કારણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગમાં ડૂબી રહેલો છે. સઘળો ય લોક સ્વ ઓળખના અભાવવાળો છે, કર્તાભાવમાં રાચનારો છે, કાર્ય-કારણભાવને નહિ જાણનારો, તત્ત્વરુચિ વિનાનો, જડ-ચેતનના સ્વતંત્ર પરિણામને નહિ ઓળખનારો છે. તેથી જ આપનામાં રહેલી ગુહ્યતમ સ્થિતિ તે તેમનામાં ન ઘટતી હોવાથી સઘળો ય લોક ‘ગુહ્ય’ શબ્દની જમાતનો નથી અને તેથી જ અનાદિ-અનંત કાળથી પોતાની સમજણ બુદ્ધિથી-વિપરીત માન્યતાના ઘેરાવાથી ચોર્યાશી લાખ જીવાયોનિમાંહી નિરંતર ચારગતિમાં પરિભ્રમણ કર્યા કરે છે અને તેમાં જ રાચ્યા માચ્યા રહે છે. આ ‘ગુહ્ય’ શબ્દના મર્મથી અજ્ઞાત હોવાના કારણે જ તેમનો સંસાર અખંડ રહ્યો છે અને અવિરત રહ્યો છે.
માત્ર પર્યાય-દષ્ટિમાં રાચતો અને સંસારી પર્યાયના લાભમાં પોતાના લાભને માનતો આ સઘળો ય લોક એમ જાણી રહ્યો છે અને એમ માની રહ્યો છે કે અમારી આ કરણી-ભરણી એ સમગ્ર લોકને પ્યારી છે; તેથી તે સાપેક્ષ છે અને તેથી નિરપેક્ષ એવું ‘ગુહ્ય’ અમને માન્ય નથી, સ્વીકાર્ય નથી. અમે તો અમારી માનેલી સાપેક્ષતામાં રમનારા છીએ, નિરપેક્ષ એવી ગુહ્યતા સાથે અમારે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી.
આ રીતે પ્રભુને વારંવાર ઉપાલંભ-ઠપકો આપવા દ્વારા રાજીમતિ
સંસારી જીવનું વેદન અને લાગણી એ કાળ છે. સંસારી જીવની ક્રમિક અવસ્થા એ કાળ છે.