________________
શ્રી નેમિનાથજી
1025
તેને આપ જણાવો કેમકે ગુપ્તતા-ગોપનીયતા-અતિશય ગુહ્ય-ગોપનત્વ તો કોઈને ન કહેવા જેવું હોય, કોઇ દેખી ન શકે તેવું હોય તો તે ગુહ્ય શબ્દની મર્યાદામાં કહેવાય. જ્યારે અહિંયા તો સઘળો લોક જાણી રહ્યો છે, તો પછી ગુહ્ય ક્યાં રહ્યું ? આવો વિરોધ કેમ ?
પ્રશ્ન-પરત્વેના ઉત્તરમાં દિવ્યધ્વનિ ઘોષિત થતાં રાજીમતિના સ્વાંગમાં રહેલ શ્રીમદ્ આનંદઘનજીનો આત્મા કહી રહ્યો હતો કે ગુહ્ય શબ્દના શ્લેષમાં જ અર્થ છુપાયેલો છે. ‘ગુહ્ય’ શબ્દમાં જે ‘ગ’કાર છે તે વર્ણમાળાના વ્યંજનનો ત્રીજો વર્ણાક્ષર છે. તે પૂર્વેના બે વ્યંજનો ‘ક’ અને ‘ખ’ છે તેમાં ‘ક’કાર તે બ્રહ્મા અર્થાત્ સર્જનના અર્થમાં છે જ્યારે ‘ખ’કાર એટલે આકાશ વ્યાપકતાના અર્થમાં છે અને ‘ગ' કાર તે અંધકાર. તેમાં વળી હ્રસ્વ ‘ઉ’ જોડાતાં ગાઢ અંધકારમયતા અર્થમાં છે જે મિથ્યાત્વાદિ જાણવા. ગુહ્ય શબ્દમાં ‘હ્ય’ તેને છૂટો પાડતાં ‘હ’કાર અને ‘ય’કાર નીકળે છે. ‘હુ’ કાર એ પ્રાણ તત્ત્વ છે જે ચૈતન્યપ્રાણ જાણવો અને ‘ય’ કાર તે વાયુ તત્ત્વ જાણવું અર્થાત્ સ્વયંમાં થતું પરિણમન જાણવું. આમ આખા ‘ગુહ્ય’ શબ્દનું સંયોજન-સરવાળે એમ સમજાવે છે કે ચૈતન્યમય પ્રાણ તત્ત્વનું સ્વયંમાં થતું પરિણમન કદાપિ ગાઢ અંધકારમયતામાં લાદતું નથી. મિથ્યાત્વાદિ પરિણામો તેને આવરી શકતા નથી; તેથી તે તત્ત્વને ગુહ્ય કહો, અનેકાંતિક કહો કે બ્રહ્મચારી કહો તે, સર્વ એકાર્થ વાચી છે. સર્વમાંથી એક જ ગુહ્ય અર્થ પ્રગટિત થાય છે.
તેથી હે પ્રભો ! આપ પણ ગુહ્યાતિગુહ્ય છો ! કદાપિ આવરાયેલા નથી. હે નિજ પરમાત્મા ! તમે તો આત્મસ્વરૂપી છો, પૂર્ણતાના આનંદમાં રમનારા છો તેથી સ્વરૂપથી આપ ગુહ્ય છો, બ્રહ્મભાવથી આપ ગુહ્ય છો, સંસારી ભાવનો આપનામાં અભાવ છે તેથી પણ આપ ગુહ્ય છો, કર્મબંધના
જે પરિણામ ન જૂએ-જે મૂળને ન જૂએ તે અજ્ઞાની છે.