________________
1024
હૃદય નયન નિહાળે જગધણી
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ, મ. અનેકાંતિક ભોગવો રે, બ્રહ્મચારી ગત રોગ.. મનરા..૧૨
અર્થ: હે નાથ ! આપની એક વાત ગુહ્ય છે-ગુપ્ત છે પરંતુ તે ગુપ્ત હોવાનું ઘટતું નથી કેમકે સઘળા લોકો તે જાણે છે. જેને સઘળા જાણે, તેને ગુપ્ત શી રીતે કહેવાય? કયું ગુપ્ત ઘટતું નથી તે બતાવતાં રાજીમતિ કહે છે કે એક બાજુ આપ બાળ બ્રહ્મચારી ગણાઓ છો અને બીજી બાજુ આપ અનેકાન્તિક અર્થાત્ વ્યભિચાર દોષને ભોગવો છો, તે વાત સઘળા લોકો જાણે છે. ન્યાયની શૈલિમાં પાંચ પ્રકારના હેત્વાભાસ બતાવ્યા છે, તેમાંનો એક હેત્વાભાસ અનેકાન્તિક છે; જેનો બીજો અર્થ વ્યભિચાર થાય છે. ગુહ્ય અને સર્વ જાણે, બ્રહ્મચારી અને વ્યભિચારી, અનેકાન્તિક એવા હેત્વાભાસને ભોગવનારા અને અનેકાન્તવાદના પ્રણેતા એ સર્વમાં પરસ્પર વિરોધ પ્રત્યક્ષપણે જ દેખાય છે. .
વિવેચનઃ બારમી ગાથાના અનુસંધાનમાં રાજીમતિના સ્વાંગમાં શ્રીમદ્ આનંદઘનજી મહારાજનો આંતર સંવાદ શ્રી નેમિપ્રભુ સાથે ચાલી રહ્યો છે. તેઓશ્રી સ્વયંની ખોજ પ્રત્યે અત્યંત ઉત્કટતાને ધારણ કરી રહ્યા છે અને સ્વયંની વેદનાને વ્યક્ત કરતાં પ્રભુ આગળ કહી રહ્યા છે કે તે મારા નાથ ! હે જગ વલ્લભ ! તમે મને આપની આંતર ગુહ્યતાને સમજાવો-વિદિત કરો-પ્રકાશ પાથરો !
એક ગુહ્ય ઘટતું નથી રે, સઘળો યે જાણે લોગ” આમાં ગુહ્યપણું છે અને પાછો સઘળો ય લોગ જાણે છે તો પછી ગુહ્યપણું, ગુપ્તતા ક્યાં રહી ? જો લોકને સઘળું વિદિત છે તો પછી ગુપ્તતાગુહ્યતાને અવકાશ જ રહેતો નથી. તો પછી આવો વિરોધાભાસ કેમ ?
શરીર” એ “હું' છું.” એ વિધાનમાં પર્યાયનો દ્રવ્યમાં ઉપયાર છે.' આ મારું શરીર છે.” એ વિઘાનમાં દ્રવ્યનો પર્યાયમાં ઉપયાર છે.