________________
શ્રી નેમિનાથજી , 1023
છે. ચાર ગતિના પરિભ્રમણથી પર થયાં છે; જે “સું-દરી” માં દરી એટલે ગુફા અને હું એટલે સ્વયં અર્થાત્ સ્વયંમાં લય પામવાપણું છે.
જે સ્વયંના આત્મામાં આત્માથી પરોવાયેલા છે અને તેથી “સુંદરી શબ્દના રાગથી ઉપર ઉઠેલા છે, અંતરાત્મભાવ વડે નિજના પરમાત્માને ધ્યાવે છે, જેની તત્ત્વરુચિ સમ્યકત્વયુક્ત છે, તેના દ્વારા નિજસ્વભાવનું ગ્રહણપણું તે જ આત્મજ્ઞાન છે, સમ્યગૂ જ્ઞાન છે, પરિહાર બુદ્ધિથી સઘળા કાર્યોને કરે છે, તેવા આત્માઓને મુક્તિ દૂર નથી.
સુદઢ એવી સમ્યકત્વરૂપ પરિણતિથી અને સુદઢ સમ્યગૂ ચારિત્રના પાલનથી નિજ આત્માને ધ્યાવતાં-ધ્યાવતાં, આવા વૈરાગી જનો વીતરાગ રૂપ થતાં પરમપદ જે મોક્ષસ્વરૂપ જ છે તેને વરે છે, તેને ભાવે છે. આમ સ્વયંના પરમશરણીય તત્ત્વમાં ઓગળી જવું-લીન થઈ જવું તે જ “મુગતિ સુંદરી માગ”નો ભાવાર્થ છે જે ઇચ્છા નિરોધ સ્વરૂપ છે. રાગીજનો માટે રાગ તે ઇચ્છા છે-અભીપ્સા છે જ્યારે વિરાગી જનો માટે માંગ જેવી વસ્તુ જ રહેતી નથી, કેવળ ઈચ્છા-નિરોધ જ છે, જે સ્વયંમાં પરિણમી જવા સ્વરૂપ છે,. સ્વયંમાં ઓગળી જવા સ્વરૂપ છે. એ ભાવનું “સ્વ” ના ભાવમાં ભવનરૂપ “સ્વભાવ” પરિણમન છે, જે પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ
સ્વ”નું સ્વમય-સમય થવા રૂપ પરિણમન છે. એ બહારથી આવ્યું નથી એટલે પાછું ચાલી જવાનું નથી. એ જે અંદર હતું તે જ ઉગ્યું છે-ખિલ્યું છે-નિખર્યું છે પ્રગટ્યું છે, તેથી તે સદાકાળ રહેવાનું છે. એ બે દ્રવ્યોનું સાંયોગિક મિલન નથી પણ પર્યાય જે આધેય છે, તેનું આધાર એવા પોતાના જ દ્રવ્ય સાથેનું અભેદ મિલન-અભેદ પરિણમન છે. - લગ્નના માંડવેથી પાછા જવામાં આપના જીવનમાં કેવો વિરોધ આવે છે? તે બતાવતાં રાજીમતી કહે છે –
દષ્ટિ એ આંતરિક દશા છે. એ ક્રિયા નથી. જ્યારે ત્યાગ એ ક્રિયા છે.