________________
1022
હૃદય નયન નિહાળે જગધણી
સ્વભાવ યુક્ત બનવા સઘળો પુરુષાર્થ આદરેલ છે. આવા વિરાગી આત્માઓને સંવર-નિર્જરાની સાચી સમજણ વિકસેલ છે, પૂર્ણ શ્રદ્ધાન યુક્ત ચેષ્ટત્વ છે કારણકે સંવર-નિર્જરારૂપ નિશ્ચય રત્નત્રય સ્વભાવ છે, તેને આદરે છે.
આમ વિરાગી આત્માઓને સ્વયં પ્રતિ રાગ-પરિણામ હોતા નથી કિન્તુ સ્વયંની સાચી ઓળખ અને શ્રદ્ધાન હોવાથી તે શુદ્ધ આત્માને ધ્યાવે છે. પર્યાયમાં થતાં પરિણામમાત્રને જાણે છે. પર્યાયમાં થતાં ભાવોના પોતે કર્તા બનતા નથી કેમકે તેમની દષ્ટિ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્ય ઉપર હોય છે, તેથી તેમનું જ્ઞાન સમ્ય થાય છે. આ સંખ્ય જ્ઞાનમાં કર્તાબુદ્ધિનો દોષ રહેતો નથી. કોંબુદ્ધિ-કર્તાભાવ છૂટી ગયા. પછી કર્તાપણાનો વ્યવહાર રહે છે. જ્યાં સુધી કોંબુદ્ધિ રહે ત્યાં સુધી વીતરાગભાવ થાય નહિ.
રાગી જનો પાસે તો રાગ છે. રાગનો હું કર્તા અને રાગ મારું કર્મ એમ તેઓને એકત્વ બુદ્ધિ છે. કર્તા બુદ્ધિ છૂટી જતાં વીતરાગભાવ પ્રગટ થાય છે, તો તેના ઉપર કર્તાનો ઉપચાર આવ્યો અને રાગનો જ્ઞાતા તેવી બુદ્ધિ છૂટી ગઈ, તો વીતરાગભાવનો જ્ઞાતા તેવો વ્યવહાર આવ્યો. અજ્ઞાન ગયા પછી કર્તાનો અને જ્ઞાતાનો બન્નેનો વ્યવહાર આવે છે અને બન્ને વ્યવહારનો-ઉપચારનો નિષેધ કરી અંદરમાં ચાલ્યો જાય છે ત્યારે સાચી શુદ્ધ ઉપયોગરૂપ દશા આવે છે. તેથી જ કડીમાં ઉચ્ચારાયેલ છે કે, “રાગ વિના કેમ દાખવો રે, મુગતિ સુંદરી માગ.”
આમ વિરાગી જનોનો સ્વયં પ્રત્યેનો રાગ બહિરંગ રાગયુક્તતાના ભાવોથી રહિત છે, સ્વયંને પામવાના આંતર પ્રયાસ રૂપ પરિણામ છે, જે સમ્ય છે, આદરણીય છે, જે મુગતિ સુંદરીને વરવાને યોગ્ય છે, જે મુક્ત
જ્ઞાન, રોય સાપેક્ષ છે. પરંતુ જ્ઞાનનું ખરું કાર્ય-લક્ષણ આનંદ છે.