________________
1014, હૃદય નયન નિહાળે જગધણી
દ્રવ્યના ગુણ-પર્યાય રૂપે થતા નથી. આ જ વસ્તુ સ્વભાવ છે, તે લક્ષણોની ઓળખ કરવાની છે માટે કહે છે કે હે ચૈતન્યમૂર્તિ નિજ પરમાત્મા! તમે સ્વયને ઓળખો અને પોતાનામાં રહો, એ જ લક્ષ કરવાનું છે તેથી જ કહે છે કે – “આપ વિચારો હેત.”,
આપ” શબ્દમાં “આ” થી આત્મા અને “પ”થી પ્રત્યક્ષ પ્રતિભાસંમયતા અર્થાત્ આત્મામાં રહેલી પ્રત્યક્ષ પ્રતિભાસીયતાને ઓળખો! અનુભવમાં લો ! સ્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં “વિચારો” અર્થાત્ વિશેષે કરીને ચાર કરો, રમણતા કરો અને પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગને પાછો ફેરવો! તે પણ હેતપૂર્વક એટલે બહુમાન પૂર્વક, ઉમળકો લાવી-લાવીને, Being Entirely in Existance – સ્વમાં હોવાપૂર્વક, સ્વમાં રહેવાપૂર્વક, સ્વને પ્રતીતિમાં લાવવાપૂર્વક, સ્વને અનુભવવાપૂર્વક પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉપયોગને પાછો ફેરવો ! આજ હેત” શબ્દની સાર્થકતા બતાવે છે.
‘હેત’ શબ્દમાં રહેલ “હકાર સર્વસિદ્ધિદાયક ચિંતવાયેલો છે. બધા મંત્રોનો પ્રાણ “હકાર છે અને તે “હકાર દ્રવ્યપ્રાણ-સૂર્ય છે. પિંગળા નાડી-જમણો સ્વર છે, વગેરે જાણવું. ‘હકાર વર્ણાક્ષરમાળાનો છેલ્લો વ્યંજન છે “હકાર ની પૂર્વે જેટલા પણ સ્વર-વ્યંજનયુક્ત માતૃકા વર્ણાક્ષરો છે તેની શરૂઆતમાં “અ” કાર સ્વર રહેલ છે. આ “અ” અને “હ'ની વચ્ચે સઘળા વર્ણાક્ષરો આવી જતાં “અહ” મંત્ર એ સિદ્ધચક્રનો વાચક-પંચ પરમેષ્ઠીનો વાચક બનતાં તે સ્વયંના વાચ્ય-વાચક સંબંધનો આડકતરો નિર્દેશ કરાવે છે. આમ ‘હકાર તે “હું” નો વાચ્ય બનતાં સ્વભાવ લક્ષણનો ઘાતક છે. અત્રે હું તે અહંકારનો વાચક નથી કારણકે તે તો મળ છે-દોષ છે, તેનો તો નાશ કરવાનો છે.
ત્યાગ હંમેશા “પર” દ્રવ્યનો કરાય. “સ્વ” દ્રવ્યનો ત્યાગ થાય નહિ. “પર” દ્રવ્ય એટલે તન-મન અને ઘન (પરિગ્રહ). આ ત્રણે ય મારા નથી માટે મારે તે ત્રણે ય જોઈએ નહિ.