________________
શ્રી નેમિનાથજીક 1013
ભવ્યાત્માઓ! તમે લક્ષિત થાવ, સાધ્ય એવા નિજ પરમાત્માની પ્રાપ્તિને તમે બરાબર સમજો અને તે જ નિજ “લક્ષણ સેત” હોવા તુલ્ય છે તેમ તમે નિશ્ચયે જાણો !
આગળ જતાં રાજીમતિના સ્વાંગમાં રહીને શ્રીમદ્ આનંદઘનજી મહારાજા પ્રસ્તુત કડીના ઉત્તરાર્ધ દ્વારા પણ એ જ વાતનું પુનઃ પુનઃ દઢીકરણ કરતા કહે છે કે –
“ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેત”. મનરાવાલા.
શામળો” શબ્દનો શ્લેષ મળો-દોષોનું મર્મગ્રાહી અર્થઘટન વ્યવહાર અને નિશ્ચયના પક્ષેથી દ્રવ્યસ્તર અને ભાવસ્તરના માધ્યમે જે કર્યું, તે સર્વ પ્રાકૃતિક દોષોનો સ્વીકાર “સખી” નામથી છે. સર્વ દોષોનો સ્વીકાર છે. તેના સત્યપણામાં પ્રાકૃતિકતા એ મોટો દોષ છે અર્થાત્ જે મળો-દોષો થાય છે તે પ્રકૃતિગત છે તે પ્રકૃતિના દોષો છે, આત્માના નથી અને તેથી જ તે આત્માની બહાર છે. . . પ્રકૃતિ ધર્મવાળી સખી છે અને તેણે પ્રકૃતિના ધર્મ રૂપે આ દોષો છે-મળો છે; એવી ઓળખ હોવાથી તે સાચી છે. અતિક્રમણ થઈ રહ્યું છે તેની તેણે જાણ છે, સત્ય રૂપે સ્વીકાર છે. મળો-દોષો પ્રાકૃતિક સ્તર પરના હોવાથી તેનું પરિણમન પોતાનામાં જ છે અર્થાત્ પ્રકૃતિમાં જ છે અને તેથી તે આધ્યાત્મિક-દૃષ્ટિથી વિચારતાં પોદ્ગલિક છે. અધ્યાત્મમાં પુરુષ એ જ ચેતન છે જ્યારે પ્રકૃતિ એ તો સાંયોગિક તત્વ હોવાથી ચેતન નથી પણ ચેતનની છાયા છે-ચેતનનો પડછાયો છે.
પ્રકૃતિનું પરિણમન પ્રકૃતિમાં થઈ રહ્યું છે, જે તત્ત્વદૃષ્ટિથી ચેતનને સ્પર્શતું નથી. દરેક દ્રવ્યો પોત-પોતાના ગુણ પર્યાયોમાં જ રહે છે, અન્ય
દાનનો લક્ષ્ય અર્થ છે, પોતાને કાંઈ પણ જોઈતું નથી. જ્યારે દાનનો વ્યવહારિક અર્થ છે;
બીજાઓને હેંચી દેવું-ત્યાગ કરવો-પરિગ્રહ ઓછો કરવો-મૂ ઉતારવી.