________________
1012
હૃદય નયન નિહાળે જગધણી
“હું કહું લક્ષણ સેત” કડી દ્વારા રાજીમતિના સ્વાંગમાં યોગીરાજે એ જ વાતનું પુષ્ટિકરણ કર્યું છે અને “હું કહું” દ્વારા સ્વ-સ્વામીભાવનો સંબંધ પ્રસ્થાપિત કરેલ છે. હું તે સ્વ જાણવો કે જે આનંદઘનજીમાં રહેલ નિજ પરમાત્મા છે, જે ધ્રુવ છે, અપરિણામી છે, અચલ છે, અખંડ છે, અમૂર્ત છે, અનંત-ચતુષ્કથી યુક્ત છે, અનંતગુણોનું ધામ છે અને સ્વામી તે છે કે જેને તેઓ પ્રાર્થી રહ્યા છે, તેમના અંતરમાં બિરાજમાન શ્રીનેમિપ્રભુ છે તેમને લક્ષિત કરીને સખીઓના માધ્યમે પ્રકૃતિગત બાહ્યરૂપ, રંગને . જોઈને “શામળો” શબ્દને ઉદ્ઘોષિત કરે છે, જે તે શબ્દના અંતરંગ મર્મને ન જાણતી, તેના લક્ષણોને ન જાણતી, ભેદવિજ્ઞાનના પ્રયોગથી રહિત હોવાના કારણે “શામળો” શબ્દની મર્મગ્રાહિતાને ન જાણતી - ન અવલોકતી માત્ર “શામળો” છે માટે પ્રીતિ કરવા યોગ્ય નથી એમ તેની સ્વામીનિ “રાજીમતિ”ને કહેતી જણાવાઈ છે. ''
- જ્યારે સ્વામીનિ રાજીમતિ પ્રકૃતિગત લહેરોમાં ડૂબેલી હોવા છતાં જાગ્રત છે માટે જ પોતાનામાં રહેલા નિજપરમાત્માને લક્ષ કરીને, પ્રકૃતિગત ધર્મોવાળી હેત, સ્નેહ, પ્રીત, લજ્જા, વગેરે લક્ષણોથી યુક્ત સખી નામથી ઓળખ પામેલ પોતાની જ પ્રકૃતિને સંબોધીને કહી રહી છે કે “હું કહું લક્ષણ સેત”. અર્થાત્ પ્રત્યેક જીવાત્માઓને લક્ષિત કરીને તે કહી રહી છે કે અનાદિકાળથી મળો-દોષોની પરંપરા સર્જીને જે અતિક્રમણ કરેલું છે તેનું પ્રતિક્રમણ કરવું જ જોઈએ અને ધારાવાહી શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવી જોઈએ. આ જ પરમાર્થ પ્રતિક્રમણ છે. ધારાવાહી શુદ્ધ ઉપયોગ આવે એટલે પરમાર્થ પ્રતિક્રમણ થઈ જ જાય. પરમાર્થ પ્રતિક્રમણ તેને કહેવાય કે જે પર્યાયને પોતે કરે પણ નહિ, અને પર્યાયનો પોતાનામાં સ્વીકાર પણ ન કરે ત્યારે ધારાવાહી શુદ્ધ ઉપયોગ આવે. માટે છે
પૂણ્યના બંધની, જ્ઞાનીએ પ્રસંશા કરેલ છે. પરંતુ પૂણ્યોદય બાબતે, ” પુણ્યના ઉદયના સદુપયોગની પ્રસંશા કરેલ છે જ્યારે દુરુપયોગને નિંદનીય જણાવેલ છે.