________________
શ્રી નેમિનાથજી
-
1011
વર્તમાનની આલોચના અને ભાવિના પચ્ચકખાણ ત્રણે ય ઘટે છે.
આમ શ્રીમદ્ આનંદઘનજી મહારાજે આ દશમી કડીમાં “શામળો” શબ્દનો પ્રયોગ કરીને ઘણી ઊંડી માર્મિકતાને ઉઘાડી કરી દીધી છે અને તેને રાજીમતિના સ્વાંગમાં કડી દ્વારા ઉલ્લેખ કરીને કહે છે કે, “હું કહું લક્ષણ સેત.”
અર્થાત્ મંદબુદ્ધિવાળા, અજ્ઞાની, મોહમાં વિલસતા જીવો જે પર્યાયમાં મગ્ન છે માત્ર પર્યાય દૃષ્ટિથી જ જોનારા છે અને જે બાહ્ય રૂપ-રંગ જોઈને વસ્તુનો નિર્ણય કરનારા છે તે રાજીમતિની સખીઓના સ્થાને છે અને તેથી એ જેણે “શામળો” કહીને નવાજે છે તે તો રાજીમતિ જેવી કુશાગ્ર દૃષ્ટિ જેની પાસે છે, જે પર્યાયને ન જોતાં દ્રવ્યદૃષ્ટિથી પદાર્થને જોનાર છે, તેવા ઉત્તમ, વિનયવંત, હળુકર્મી, નિકટ મોક્ષગામી જીવો તો તેણે શામળો
એટલે કે મળ-રહિત, ઉજ્જવળ, શ્વેત તરીકે જુવે છે. * શુદ્ધ ઉપયોગમાં રમણતા કરતા જીવો નિરંતર સ્વભાવદશામાં ઝૂલતા હોવાથી તે સમગ્ર વિશ્વને પોતાના જેવું શુદ્ધ અને ઉજ્જવળ જુએ
છે; જ્યારે મિથ્યાત્વયુક્ત મલિનભાવ અને મલિન દૃષ્ટિમાં રમતા જીવો - પોતે મલિન હોવાથી આખા વિશ્વને મલિન જુવે છે. આ દષ્ટિ, દષ્ટિનો ભેદ છે.
* રાજીમતિની સખીઓ જેવી ઉપર છલ્લી દષ્ટિ ન રાખતા રાજીમતિ જેવી તાત્વિક દૃષ્ટિ રાખવાનું આડકતરુ વિધાન યોગીરાજ કરી રહ્યા છે.
અત્રે “શામળો' શબ્દમાં “મળો’’ શબ્દ ઉપર ભાવસ્તરથી કરાયેલ પ્રસ્તાવના મુમુક્ષુ આત્માઓ માટે દીવાદાંડી સમાન છે. જેના લક્ષણોને પારખીને તેઓ પોતાની નાવને સંસાર સમુદ્રમાં ડૂબવા દેતા નથી અને તેથી
સંસારનો જેમ ત્યાગ કર્યો છે એમ સાધુ ભગવંતે સંગનો, વ્યવહારનો પણ ત્યાગ કરવો જોઈએ અને
એકાંત-મૌન-અસંગ યોગ કેળવવો જોઈએ.