________________
1010 , હૃદય નયન નિહાળે જગધણી
ક્રોધ, માન, માયા, લોભના વ્યાપાર રૂપ આત્માની અશુદ્ધ : પરિણતિને કષાય કહે છે. પ્રમાદ પંદર ભેદે છે તો કષાય-નોકષાય મળી ૨૫ પ્રકારે છે. તેથી પ્રમાદ અને કષાયમાં સામાન્ય અને વિશેષનો તફાવત જોવાય છે. સર્વથા અકષાયનું પ્રતિક્રમણ તો મુનિવરોને શ્રેણી માંડતા આવશે તો પણ તે પહેલા આત્મભાવમાં રમણતા જેટલા અંશમાં છે તેટલા અંશમાં કષાયનો પાવર તૂટી ગયેલો હોવાથી બાકીના કષાયનું પ્રતિક્રમણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાનકે પણ છે જ. ટૂંકમાં મિથ્યાષ્ટિ જીવોએ પ્રધાનતયા મિથ્યાત્વનું પ્રતિક્રમણ કરવાનું હોય છે, અવિરતુ સમ્યદૃષ્ટિ જીવોએ અદ્વૈતભાવનું પ્રતિક્રમણ કરવાનું છે તથા મુનિવરોને કષાયભાવનું પ્રતિક્રમણ કરવાનું છે.
સયોગી અવસ્થા સુધી યોગ પ્રવર્તન મનાયું છે, યોગનું પ્રતિક્રમણ કરવાનું નથી પરંતુ ચૌદમાં ગુણસ્થાનકે અયોગીદશા આવતા યોગ સ્વયં છૂટી જાય છે અને ચૌદમા ગુણસ્થાનકે અયોગી-અવસ્થાએ અકંપ થતાં સિદ્ધ-અવસ્થાને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી આત્મા અકંપદશાને ન પામે
ત્યાં સુધી કેવલજ્ઞાન પ્રગટવા છતાં સિદ્ધ-પર્યાયનો ઘાત છે. સિદ્ધ-પર્યાય પ્રગટાવવા યોગ, અયોગરૂપે પરિણમવો જોઇએ.
આત્મા પોતે ત્રણે ય કાળમાં અકર્તા જ હતો. પરંતુ અજ્ઞાનથી પોતાને ભૂતકાળમાં કર્તા માનતો હતો તેનું હવે શુદ્ધ ઉપયોગમાં રમણતા કરવા દ્વારા પ્રતિક્રમણ કરે છે. ભૂતકાળમાં લાગેલા દોષને હવે છોડી દીધા તે વર્તમાનની આલોચના છે અને ભાવિકાળે જ્યાં સુધી મારો મોક્ષ ન થાય
ત્યાં સુધી ભીતરમાં જે પરિણામ થશે તેનો હું કર્તા બનીશ નહિ, જ્ઞાતા જ રહીશ આવી પ્રતિજ્ઞાનો જે ભાવ વર્તે છે તે ભાવિના પચ્ચખ્ખાણ છે. આમ શુદ્ધ ઉપયોગમાં રમણતા કરતા આત્માને ભૂતકાળના દોષોનું પ્રતિક્રમણ,
સ્વરૂપાનંદ જે આવરાયેલ છે, તેને અનુભવતા શીખો તે ઘર્મ છે.