________________
શ્રી નેમિનાથજી , 1015
“હેત’ શબ્દમાં વપરાયેલ “તકાર ‘ત રૂપો ન ભવતિ' એટલે કે પરિણામ મારામાં થતાં નથી તેથી તેનું કર્તાપણું મારામાં નથી, અહંકાર આત્મામાં નથી, પરિણામમાં છે માટે તે આત્માની બહાર છે. આમ તકાર તલ્લીનતાને સૂચવે છે. સ્વયંથી સ્વયંમાં ઓગળી જવું તે તલ્લીનતા છે. આમ આખી ગાથાને સમીક્ષણ દૃષ્ટિથી જોવામાં આવે તો આ જ વાતનું પુષ્ટિકરણ થાય છે કે “સખી' શબ્દથી સમ્યકત્વનો ગાઢ અભાવ એટલે કે મિથ્યાત્વના પરિણામ તે મારામાં નથી અને ‘શામળો' શબ્દમાં રહેલ મળો-દોષો ભાવસ્તરપર થતાં પરિણામ તેનો પણ હું કર્તા નથી. શામળો' શબ્દનું માર્મિક અર્થઘટન શુદ્ધ ઉપયોગની રમણતામાં થયું છે. તે થતાં અવ્રતનું પ્રતિક્રમણ થયું, કષાય-પરિણામ તેમજ ઉપયોગ-કંપન હેય જાણ્યું. ' આમ વિવેક-સૂર્યનો ઉદય થતાં જે પર-શેય હતું તે બધું હેય થઈ ગયું. ઉપાદેય એક માત્ર શુભાશુભભાવ રહિત આત્મા જ જાણ્યો, તેને જ ઉપાસ્યો. આમ કહેત' શબ્દની સાર્થકતા થઈ. સ્વથી સ્વમાં જ - રમણતા થઈ. * આમ યોગીરાજ આનંદઘનજી મહારાજાવડે રાજીમતિના સ્વાંગમાં રહી ઉચ્ચારેલાં પ્રત્યેક પદો ઘણા અર્થગાંભીર્ય તરફ લઈ જાય છે અને મુમુક્ષુને, સંન્યાસીઓને, સાધુઓને, સંયમીઓને સ્વયેની જાગૃતિ કેમ કરવી તેનો જ નિર્દેશ કરે છે અને જણાવે છે કે મુમુક્ષુ આત્માઓએ મિથ્યાત્વનો ત્યાગ, સમ્યકત્વનું ગ્રહણ, અવ્રતનો ત્યાગ, શુદ્ધ ઉપયોગરૂપ વ્રતનું ગ્રહણ, કષાયનો ત્યાગ, અકષાય સ્વભાવનું ગ્રહણ, યોગોના અને - ઉપયોગના કંપનનો ત્યાગ અને અકંપ અવસ્થા સ્વરૂપ પરમાત્મભાવનો સ્વીકાર કરવાનો છે. તે માટે સર્વત્ર ઉદાસીનતા કેળવવાની છે.
ગુણ કેળવવા એ મોક્ષમાર્ગ છે. ગુણને કેળવનાર બાહ્ય સાધન કરણ અને ઉપકરણ છે.
જ્યારે અત્યંતર સાઘન અંતઃકરણ છે.