________________
1008
°
હૃદય નયન નિહાળે જગધણી -
પ્રતિક્રમણ અને પરમાર્થ પ્રતિક્રમણનો ભેદ સ્પષ્ટ થઈ જાય છે. નિશ્ચય પ્રતિક્રમણ ખરેખર તો સમ્યગ્રષ્ટિને હોય છે અને તે ચારિત્રનો ભેદ હોવાથી મુખ્યપણે મુનિરાજોને હોય છે અને ગૌણપણે પંચમગુણસ્થાનક વર્તી શ્રાવકને પણ હોય છે.
તેથી જ જ્ઞાનીઓ ફરમાવે છે કે ભવની સાર્થકતા મિથ્યાત્વનું વમન કરવામાં છે અને સારભૂત એવા મોક્ષપદદાયી સમ્યકત્વનું ગ્રહણ કરવામાં છે. “શા-મળો' શબ્દમાં મળો શબ્દથી દોષોનું ગ્રહણ થયું અને તેમાં પણ ભાવસ્તર પર થતો પ્રથમ-દોષ મિથ્યાત્વ તેની આ વાત થઈ. આ મિથ્યાત્વનું વમન અતિઆવશ્યક છે અને તે ત્યારે જ શક્ય બને કે જીવ અંતર્મુખ દૃષ્ટિ કરી, પોતાના સ્વરૂપ તરફ વળી, પોતાના અકર્તા-જ્ઞાયક સ્વભાવને દૃષ્ટિમાં લે, તો જ મિથ્યાત્વના પરિણામ છૂટે અને ત્યારે તેને મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયું કહેવાય. સમ્યગ્દર્શનના કાળમાં મિથ્યા અહંકાર-કર્તબુદ્ધિ-કરવાપણાની માન્યતા-કર્તાભાવ છૂટી જાય છે. આ કર્તાભાવ-કબુદ્ધિ એ માન્યતાનો દોષ છે-શ્રદ્ધાનો દોષ છે તે નીકળી જવા છતાં ચારિત્રમોહજન્ય, કરવાનો વિકલ્પ ઉઠે છે, તેને કર્તાનય કહેવામાં આવે છે. આ મિથ્યાત્વનું પ્રતિક્રમણ સર્વ બહિરાત્મદશામાં રહેલા અજ્ઞાની જીવોએ કરવાનું છે. તેને બદલે માત્ર વૈખરી-વાણીરૂપ પ્રતિક્રમણમાં જ આપણે લગ્ન રહીએ છીએ અને સ્વરૂપ તરફ દૃષ્ટિ પણ કરતા નથી એ આપણી કેવી અજ્ઞાન દશા છે? કેવી મૂઢતા છે ?
દ્વિતીય કક્ષાએ કર્મબંધના કારણ તરીકે અવિરતિપણાને જણાવેલ છે. તેથી તેનું પ્રતિક્રમણ કરવાનું છે. આ તો “શામળો” શબ્દની માયાનો વિસ્તાર છે. મિથ્યાત્વનું પૂર્ણપણે વમન થતાં જ્યારે જીવ અવ્રતમાંથી વ્રતમાં આવે છે, વિરતિ-ધર્મના પરિણામ પ્રગટે છે ત્યારે
આત્મવિજ્ઞાન ત્રિકાળ છે. વ્યક્તિ સાદિ-સાન્ત છે.