________________
|
શ્રી નેમિનાથજી , 1007
જીવ અજીવ પદાર્થો અનંતધર્માત્મક હોવા છતાં તેને એકાતે એક જ ધર્મવાળા માનવા, જેમકે આત્મા એકાંતે નિત્ય છે અથવા એકાંતે ક્ષણિક છે; તેમ માનવું તે એકાંત મિથ્યાત્વ છે. શરીરને આત્મા માનવો તેમજ પુણ્ય અને શુભ રાગથી ધર્મ માનવો તે વિપરીત મિથ્યાત્વ છે. હિતાહિતનો વિવેક કર્યા વગર પ્રવૃત્તિ કરવી તે અજ્ઞાન મિથ્યાત્વ છે. યજ્ઞયાગાદિ ક્રિયામાં પશુ વધને કરવો, તેમાં થતી હિંસાને હિંસા ન માનવી પણ ધર્મ માનવો અને તેવા યજ્ઞયાગાદિ દ્વારા દેવલોકની પ્રાપ્તિ માનવી, તે અજ્ઞાન મિથ્યાત્વ છે. સમસ્ત દેવોને તથા સમસ્ત ધર્મોને સરખા માનવા તે વિનય મિથ્યાત્વ અથવા તો એકાંત મિથ્યાત્વ છે.
આમ સર્વ પ્રકારના બંધનું મૂળ કારણ મિથ્યાત્વ છે, તેનો નાશ થયા વિના અવિરતિ આદિ બંધના કારણો પણ ટળતાં નથી. તેથી સર્વપ્રથમ તો ગ્રાહત અને અગ્રહીત મિથ્યાત્વ ટાળવું જોઈએ. તેથી જ કહ્યું છે કે જ્યાં સુધી આ સર્વ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થતું નથી ત્યાં સુધી અવ્રત-પ્રમાદ-કષાય, વગેરેનું પણ પ્રતિક્રમણ થતું નથી. . . જેણે મિથ્યાત્વનું પ્રતિક્રમણ એક સમય માટે પણ કર્યું નથી તેને
અપ્રતિક્રમણ ભાવ વર્તે છે. અનાદિ અનંતકાળથી આત્મા સ્વભાવે અકર્તા ' હોવા છતાં-જ્ઞાયક હોવા છતાં, પોતાની ભૂલથી-અપરાધથી પર્યાયમાં થતાં વૈભાવિક પરિણામોનો સ્વભાવથી કર્તા ન હોવા છતાં પણ પોતાને કર્તા માને છે, એને અપ્રતિક્રમણ-દશા કહેવામાં આવે છે. જીવોએ સ્વયંના પરિણામલક્ષી થવું જોઈએ. કેવળ પોતાનો જે નિજ શુદ્ધ ઉપયોગ, તેમાં એકાગ્ર થઈને તેમાં જ લીનતા સાધવી જોઈએ. આવા શુદ્ધ ઉપયોગની લીનતાને જ્ઞાનીઓ પરમાર્થ પ્રતિક્રમણ કહે છે. આ પરમાર્થ પ્રતિક્રમણથી મિથ્યાત્વનો જડમૂળથી નાશ થાય છે. આ રીતે વ્યવહાર
દેહસુખ એ ભોગ સાધના છે. આત્મસુખ એ યોગ સાધના છે.