________________
994
હૃદય નયન નિહાળે જગધણી
‘ન' છે. આમ ‘દા' અક્ષરથી જે સદા ‘છે' તેને પ્રગટ કરવાની વિધેયાત્મકતા છે અને ‘ન’ અક્ષરથી જે ‘નથી’ તેનો ત્યાગ કરવાની નિષેધાત્મકતા છે. આ જ વાસ્તવિક દાન શબ્દનો લક્ષ્યાર્થ છે જે અંતે ઠેઠ મોક્ષ સુધી પહોંચાડે છે.
આમ પ્રભુના વરહસ્તમાંથી નિકળેલ જ્યોતિપુંજ ભવ્યાત્માઓમાં બીજારોપણથી માંડીને પૂર્ણતાના ચૈત્યવૃક્ષમાં પર્યવસિત થાય છે. આ દાન માત્ર લેનારને જ સ્પર્શતુ નથી પરંતુ પ્રભુના સાંનિધ્યમાં આવેલ અભવિ સિવાયના પ્રત્યેક નાના મોટા જીવને સ્પર્શે છે. પછી તે તિર્યંચ પંચેન્દ્રિય હોય, અંસન્ની હોય કે કોઈ પણ હોય ! એ પરમાત્મામાંથી વહી રહેલા શુદ્ધ પુદ્ગલ પરમાણુની પાવક સ્પર્શના છે.
આમ ચૌદ રાજલોકમાં વ્યાપ્ત ચોર્યાસીલાખ જીવાયોનિમાંહી રહેલા સર્વ ભવિ જીવાત્માઓમાં, જે કોઈ પણ પ્રકારની ઉત્તરોત્તર ભાવ વિશુદ્ધિઓ જોવા મળે છે, તે સર્વને આ ભવ કે ભવાંતરમાં તીર્થંકરોના વરદ્ હસ્તે પ્રાપ્ત થયેલા દાનના માધ્યમથી જ્યોતિપુંજની સ્પર્શના સૂક્ષ્મ રીતે તેમના આત્મપ્રદેશોને સ્પર્શી ચૂકેલી હોય છે. આ એકચક્રી સ્પર્શના અનંતકાળથી અવિરતપણે ચાલુ છે. જેના પ્રભાવે ભવ્યાત્માઓ સ્વમાં સ્થિતિવંત થાય છે, સ્વમાં લયતા પામે છે, નિજ-પરમાત્મસ્વરૂપમાં ઓગળી જાય છે, સ્વરૂપમય બને છે; આ જ સ્વરૂપ-મોક્ષ છે.
આજે પણ લોક વ્યવહારમાં જોવા મળે છે કે ઈતિહાસના પાને પૂર્વમાં અબજોપતિ શ્રાવક કર્મના દુર્ભાગ્યોદયે સ્વસંપતિ ગુમાવતાં ત્યારે તે કાળમાં સમજણમાં આગળ વધેલા અન્ય સાધર્મિક શ્રાવકો પોતાની ઓળખ ગુપ્ત રાખીને સંપત્તિ ગુમાવી દેનારમાં પોતાની સંપત્તિનો વિનિયોગ કરીને પોતાના જેવા સમકક્ષ બનાવી દેતા અને ઉત્તમ સાધર્મિક ભક્તિનું
મોહ વિનાશી છે. વીતરાગતા અવિનાશી છે. દુઃખ વિનાશી છે. દુન્યવી સુખ વિનાશી છે. આત્માનું પૂર્ણ સુખ અવિનાશી છે.