________________
શ્રી નેમિનાથજી , 993
આમ તીર્થંકર પરમાત્માઓ દ્વારા ગ્રહણ થયેલ જ્યોતિપુંજનુ દાન જીવમાં આત્મધર્મનો સદ્ભાવ કરાવે છે અને ભવાભિનંદીતાને છોડાવે છે. “દાન” શબ્દમાં પહેલો “દ' કાર છે તેની વ્યુત્પત્તિ “દિયતે દાન શ્રદ્ધાય” એટલે કે દાન, લેનારમાં આત્મધર્મનો સદ્ભાવ કરે છે અને “નકાર છે તે શિયન્ત પશુપાશના' એટલે કે પશુભાવ - ભવાભિનંદીતાના ત્યાગ અર્થમાં છે. દાન લેનારને પશુતા-ભવાભિનંદીતાનો ત્યાગ થાય છે અને સભ્યશ્રદ્ધાનો આવિર્ભાવ થાય છે.
આમ પ્રસ્તુત “દાન' શબ્દથી લૌકિક દાનની વાત નથી, શુભોપયોગની વાત નથી, પુણ્યની પરંપરા પ્રાપ્ત કરાવે તેવા દાનની વાત નથી, પરંતુ જીવના ઉત્તરોત્તર વિકાસ દ્વારા ઠેઠ મોક્ષ-પ્રાપ્તિ સુધીના અર્થ ગાંભીર્યમાં પ્રયોજાયેલ આ દાન છે. અર્થાત્ પ્રભુના હાથે દાન લેતા તેના શરીરમાંથી નીકળતા જ્યોતિપુંજની સ્પર્શના થતા ભવ્યાત્માઓના વિષયકષાયો મોળા પડી જાય છે અને હું મોક્ષસ્વરૂપ જ છું આવી દઢ શ્રદ્ધા આત્માના અસંખ્ય પ્રદેશ અસ્થિમજ્જા બની જાય છે.
* “દાન' શબ્દમાં “દકાર વિધેયાત્મક કહી શકાય તેનો લક્ષ્યાર્થ એકાકાર થવામાં વિશ્રાંત થાય છે અર્થાત્ સ્વરૂપમાં લીનતા સાધવાના અર્થ ગાંભીર્યથી યુક્ત છે જ્યારે “નકાર નિષેધાત્મક અર્થમાં પ્રયોજાયેલ છે જેનો લક્ષ્યાર્થી મિથ્યાત્વ, અવિરતિ અને કષાયભાવના વમન અર્થમાં ચરિતાર્થ થાય છે અર્થાત્ પ્રભુના હાથથી અપાયેલ સાંવત્સરીક દાનને લેતા, ભવ્યાત્માઓ પોતાના સર્વાત્મપ્રદેશે જ્યોતિપુંજના અનુગ્રહને પામે છે. તેના પ્રભાવે મિથ્યાત્વ, અવિરતિ, કષાયભાવનું વિરેચન થાય છે અને સમ્યગદર્શન-સમતા-સમાધિ-સ્વરૂપ રમણતાનું પર્યાયમાં પ્રગટીકરણ થાય છે. જે સદાનું સાથે ને સાથે છે, તે ભીતરમાં ભંડારાયેલ-દાટી દીધેલાને બહાર લાવવું તે “દા' છે અને જે નથી રહેનાર તેને જાકારો આપવો તે
-
દેહના વીર્ય (નિરોગીતા)થી આત્મા જીવે, તે પુણ્યનો ઉદય. જ્યારે આત્મા આત્માના વીર્ય (રાગરહિતતા)થી જીવે, તે અધ્યાત્મદશા.