________________
992 હૃદય નયન નિહાળે જગધણી
છોડવાની કે તોડવાની જીવ વાત જ કરતો નથી. તેમાં જ સતત રાચેમાગે છે અને પ્રતિ સમયે કષાય-સમુહને એકઠો કરે છે. પોતાની સાચી સમજણને તૈયાર કરતો નથી અર્થાત્ તે દિશામાં પુરુષાર્થ કરતો નથી ત્યાં સુધી જ્ઞાયક તે સ્વ અને હું તેનો સ્વામી એવો સ્વ-સ્વામી સંબંધ જોડાતો નથી. પરંતુ ક્ષણે ક્ષણે ચાલતા વિનાશી અને વૈભાવિક પરિણામો સાથે જ પોતાનો સંબંધ જોડાયેલો રહે છે. એના કારણે અજ્ઞાનના પ્રભાવે કષાયનું વિષચક્ર ચાલુ જ રહે છે પરંતુ ક્યારેક કોઈ આત્મજ્ઞાની ગુરુ મળી જાય અને તેમાં પોતાનો જ્ઞાયક ભગવાન ઓળખાઈ જાય ત્યારે પોતાના જ્ઞાયક સાથે જ પોતાનો સંબંધ જોડાતાં ઉપયોગ જ્ઞાયકમય બની જતાં પરિણામ પરિણામમાં આવી જાય છે. “શરીર, કુટુમ્બ, પૈસા, પેઢી મારા,” આવું મારાપણું છુટી જાય છે, તો ત્યાં સામ્ય દર્શન પ્રગટે છે. તેમાં જ જો સ્થિરતા વધે તો ભાવ ચારિત્ર ઉદયમાં આવે છે. તેમાં પણ વિશેષ સ્થિરતા થતાં ક્ષપકશ્રેણીના માધ્યમે જીવ પૂર્ણતાને વરે છે અર્થાત્ કૈવલ્યદશાને પામે છે. | સરવાળે તો સઘળી ત્યાગની, છોડવાની, વૈરાગ્યની, પરિગ્રહ ઉતારવાની, સંન્યાસની જ આ વાતો છે. જે દેતાં શબ્દની પરિભાષિકતામાં સમાયેલી છે.
તીર્થંકર પરમાત્માના હાથે દાન લેતા જીવો દાનના માધ્યમે તીર્થકરોના વરદ્હસ્તમાંથી નીકળતા જ્યોતિપુંજના અનુગ્રહને પામે છે. તે અનુગ્રહ લેનારના હાથમાં કે ઝોળીમાં નહિ પરંતુ સર્વાત્મપ્રદેશે થાય છે. તે કારણે જ્યાં સુધી તે ભવ્યાત્માઓ મોક્ષ-દશાને ન પામે ત્યાં સુધી અંતરાળ કાળમાં સ્વયંની જ્યોતિનો ઉઘાડ કરે છે. બીજારોપણ રૂપે થયેલી આ અવસ્થા ભવ-ભવાંતરની સ્થિતિને ઘટાડીને સમ્યગદર્શનાદિ પમાડવા દ્વારા વિરતિ ધર્મમાં આગળ વધારી શુદ્ધ ઉપયોગની રમણતાને સ્પર્શે છે.
ઉપયરિત તત્ત્વ સાધન હોય પણ સાધ્ય ન હોય. આપણી વર્તમાન દશા ઉપયરિત છે
એટલે ઉપયરિત તત્ત્વોને સમજવા જોઈએ.