________________
શ્રી નેમિનાથજી
995
દૃષ્ટાંત પૂરુ પાડતાં હતા. સંપત્તિ ગુમાવનાર શ્રાવક પણ સંપૂર્ણ રીતે બેઠો થઇ જતો ને ઉપકારી જનોનું ઋણ વાળવામાં પાછી પાની કરતો નહિ. આવા ઐતિહાસિક દૃષ્ટાંતો ઇતિહાસના પાને પાને કંડારાયેલા છે જ્યારે અહિંયા તો તીર્થંકર પ્રભુનો દાન-પ્રસાદ, જ્યોતિપુંજ ભવ્યજીવોને કલ્યાણના કામી બનાવે છે તે વાત કરવી છે, આજે આપણામાં માર્ગાનુસારિપણાથી માંડીને અધ્યાત્મની જે ચરમ-વિશુદ્ધિઓ જોવા મળે છે તે કોઇકના કોઇક ભવે પ્રભુના હાથેથી ગ્રહણ કરાયેલ ‘દાન’ નો પ્રભાવ છે, જે આપણને મોક્ષગામી-પારગામી બનાવ્યા વિના રહેશે નહિ.
આ જ વસ્તુસ્થિતિને જણાવતા રાજીમતિના સ્વાંગમાં રહેલ યોગીરાજ આનંદઘનજીની આર્તના બુલંદ બને છે અને તેનો પોકાર આ કડીમાં ઉદ્ઘોષિત કરતાં કહે છે કે
સેવક વાંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ.. મનરાવાલા.
આપના વર્ષીદાનના પ્રભાવે સર્વ જગતના લોકો પોતાનુ ઇચ્છિત મેળવે છે પરંતુ આ સેવકની નિરંતર એક જ રટણા-અભિલાષા નિજપરમાત્માને મેળવવાની હોવા છતાં મારા મનના એ મનોરથોને આપે પૂર્ણ કર્યા નથી. તેમાં હે નાથ ! આપનો કોઇ દોષ નથી પણ આપના સેવક એવા મારો જ એ દોષ છે અને તે એ છે કે પુદ્ગલ ભાવની રમણતા એ હંજુ મારામાંથી છૂટતી નથી. ‘‘વાંછિત પોષ’” તેને જ જણાય કે જે શ્રીનેમિનાથ પ્રભુના ત્યાગને ઓળખે, તેના માર્ગને અનુસરે, સ્વસમયસ્વતત્ત્વમાં રમણતા કરે ત્યારે જ ઈષ્ટની પ્રાપ્તિ થાય. તેથી હે પ્રભુ ! હવે સમજાય છે કે દોષો તો દોષોના સ્થાનમાં છે, તે કોઈને વળગતા નથી. પરંતુ રાગાદિભાવમાં સ્વ સાથે થયેલ એકરૂપતા જ બંધ પરિણામને કરે છે, તે જ દોષ સમાન છે. હે પ્રભુ ! હવે જણાય છે કે જ્યારે
ઈન્દ્રિયોના વિષયને રોગ માને તેનું નામ યોગી ઈન્દ્રિયોના વિષયને આનંદ માને તેનું નામ ભોગી.