________________
શ્રી નેમિનાથજી
અભિરામ બનો તો જ ‘નિસપતિ’ શબ્દની સાર્થકતા થશે. બાકી આપના તરફથી કરાયેલી ઉપેક્ષાવૃત્તિ તો મને પર-સમય/પર-તત્ત્વ અને પરાવલંબી બનાવી દેશે. આ મોટું નુકસાન થવાનો સંભવ છે. મેળવેલું ગુમાવવા જેવું થશે, કિનારે આવેલું વહાણ ડૂબી જશે, ‘જીતી બાજી ગયો હારી રે' એ ઉક્તિ સાર્થક થશે. બધું જ એળે જશે માટે હે મારા મનરાવાલા ! હે મારા મનના માણીગર ! હું ફરીફરીને આપને પ્રાર્થુ છું કે આપ મારા દીલમાં દીવો કરો - સ્વયંમાં સ્થિતિ કરો !
પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ...
આ જ વાતને Lead Kindly Light ના ભાવાનુવાદ પ્રેમળ જ્યોતિમાં શિશુભાવે આ ીતે કહી છે કે
(રાગ : માંડ
તાલ : દાદરા)
દૂર પડ્યો નિજ ધામથી, હું ને ઘેર ઘોર અંધાર;
માર્ગ સૂઝે નહિ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ, મારો જીવન પંથ ઉજાળ
ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીરના, એક ડગલું બસ થાય.. મારે એક ડગલું બસ થાય
987
આજ લગી રહ્યો ગર્વમાં હું, ને માંગી મદદ ન લગાર; આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ,
હવે માંગુ તુજ આધાર
..૧
..મારો ..૨
આત્મા એ નિશ્ચય તત્ત્વરૂપ છે અને દૃશ્ય જગત એ વ્યવહારરૂપ છે.
...મારો ..૩