________________
986
, હૃદય નયન નિહાળે જગધણી
પ્રકૃતિરૂપે રહેલ ત્યાગી-સંન્યાસી-મુમુક્ષુ આત્મા છે. પરમાત્માની શોધમાં અહીં-તહીં ભવાંતરોથી ભટકી રહેલ છે. હજુ સુધી પણ નિજ-પરમાત્માએ (નેમિનાથ જિનેશ્વરે) તેનું પાણિગ્રહણ પણ કર્યું નથી એટલે કે પારગામી પણ બનાવ્યો નથી. નિજ-પરમાત્મામાં સ્વસ્વામીસંબંધે સ્થિરતા કરવી, લયતા કરવી, શુદ્ધોપયોગમાં રાચવું, એકરૂપ થવું, ધ્રુવતાને પામવી, સકળ-આવરણ રહિત થવું, શુદ્ધ એવા પરમપારિણામિકભાવને વરવું તેનું નામ જ પાણિગ્રહણ છે. એકવાર અંગીકાર કર્યા પછી પ્રાણાતે પણ ન છોડે તે પાણિગ્રહણ એટલે પારગામી થવું. સ્વથી સ્વમાં લીનતા પામવી-સ્વમય બનવું.
હે નાથ! જો આમ જ મારી ઉપેક્ષા થતી રહેશે અને મારે ભાંડ ભવાયાની જેમ ચારગતિમાં ભટકવાનું જ રહેશે, તો તમને જગતમાં નિસપતિ' તરીકે કોણ કરશે ? આમ એક વખત નિસપતિ તરીકે સ્વીકાર્યા પછી જો મને છોડી દેશો તો આપના પ્રતિનો મારો જે ઉપાસ્યભાવ છે, તે માર્યો જશે. તેના કારણે મને જે નુકસાન થશે, તેનો તો આપ વિચાર કરો ! હે નાથ ! ઉત્તરોત્તર ભાવવિશુદ્ધ પ્રગટ્યા પછી આ કિનારે આવેલુ વહાણ ડૂબી ન જાય તેનો ખ્યાલ કરો !
મિથ્યાત્વ ગુણસ્થાનકથી માંડીને સપ્તમ ગુણસ્થાનક સુધી નિજચૈતન્ય તત્ત્વમાં આપણો સંબંધ પરિણત થયો. ભવાંતરોથી સાધના કરતાં કરતાં મારું મન પરમાત્મ-તત્ત્વમાં વિલસી જવા માટે પોકારી રહ્યું છે કે આ વિરાગી ભાવ ચેતના જ્યારે પોતાપણામાં વિલસી રહી છે, આગળ વધી રહી છે વિકસ્વર થઈ રહી છે/સ્વ-સમયમાં લીનતા સાધી રહી છે ત્યારે “નિસપતિ કરીને છાંડતા રે માણસ હુએ નુકસાન એ પંક્તિને લક્ષ્યમાં લો !!! આપ પૂર્ણપણે પ્રકાશો, પ્રતીતિમાં આવો, ગુણ
આત્માના ભાવ પ્રમાણે બંધ થાય છે અને બંધ પ્રમાણે ઉદય થાય છે. "
ध्यायेति इति लोलायेति !