________________
શ્રી નેમિનાથજી , 985
મારા માટે કેટલું બધું લજ્જાસ્પદ છે. આવા મારા નાથને માથે કર્યા પછી જો હું તેને મારા હૃદયમંદિરમાં ન પ્રગટાવું તો લોકમાં મારી લાજ શું રહેશે?
મનુષ્યભવ અને પ્રભુશાસન મળવા છતાં મારા આંગણે આવેલા હે નાથ ! શું આપ પાછા ચાલ્યા જશો? મારી સાથે આપનું તારામૈત્રક નહિ રચાય ? પાણિગ્રહણ નહિ થાય ? તો પછી હું કોના આધારે જીવીશ? .
હે નાથ ! ગમે તેમ કરીને પણ આપ પ્રતીતિમાં આવો! વ્યકતતામાં આવો ! મારી જ્ઞાનની પર્યાયમાં પૂર્ણપણે પ્રકાશો! જો આપ તેમ નહિ કરો તો આ બહિરાત્મભાવો, પ્રકૃતિના તત્ત્વો, શરીરસ્થ દેહ-ઈન્દ્રિયોમન-બુદ્ધિ-રાગાદિ પરિણામમાં મને તાણી જશે. મારો આત્મા પરાવલંબી ન બને, પર-સમયમાં-પર-તત્ત્વમાં રમણતા ન કરે, જ્ઞાતા-જોયપણાને છોડીને કર્તાભાવમાં ન આવી જાય, તેનો ભય મને સતત વિકલ્પરૂપે સાલી રહ્યો છે. પૂર્વના ભવોમાં પણ નિસપતિ એટલે મારા સ્વામી તરીકે આપને જે. આરાધેલા છે. * સતી સ્ત્રી જેમ એક ભરથારને મનથી સ્વીકારી લે પછી તે પ્રાણાતે પણ તેના સિવાય અન્યને ઇચ્છતી નથી, તેમ આ મારું પ્રાકૃત-મન પણ સ્ત્રી જેવું જ જાણવું જે તમને નિસપતિ તરીકે અંગીકાર કર્યા પછી પરસમય, પર-તત્ત્વને ભજવા તૈયાર જ થતું નથી. તેથી મારા અંતરંગ ભાવો ઝૂકી ઝૂકીને આપને પ્રાર્થી રહ્યા છે કે આપ પ્રતીતિમાં પ્રકાશો, પર્યાયમાં ઝળહળો !! નિસપતિ શબ્દના અર્થ-ગાંભીર્યમાં નિજ પરમાત્મારૂપે આપ ઓતપ્રોત છો તેનું રહસ્ય માર્યું જશે. જો આપ ન પ્રકાશો તો ઉપાસનામાંવિવેકમાં કોણ રહેશે? લોકોમાં એ જાણ થઇ ચૂકી છે કે આ આનંદઘન
હજારો ભવો સુધી જે કર્મબંઘ કરેલાં છે, તે બે ઘડીની ક્ષપકશ્રેણિ ના અલ્પકાળમાં
ખતમ કરી શકાય છે, તે અપેક્ષાએ ઘર્મ, કર્મ કરતાં બળવાન છે.