________________
988
હૃદય નયન નિહાળે જગધણી
ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ વીત્યા વર્ષોને લોપ સ્મરણથી, અલન થયા જે સર્વ.. મારે આજ થકી નવું પર્વ
. ...મારો ..૪ તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમ ભેર; નિધ્યે મને તે સ્થિર પગલેથી, ચલવી પહોંચાડશે ઘેર, . દાખવી પ્રેમળ જ્યોતિની સેર
...મારો કર્દમભૂમિ કળણ ભરેલી, ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડશે નિજ દ્વાર
...મારો રજની જશે પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્યગુણોના વદન મનોહર, મારે હૃદય વસ્યા ચિરકાળ, જે મેં ખોયા હતા ક્ષણવાર
..મારો ૭
- નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા રાજીમતિ પોતાના હૃદયની વ્યથાને ઠાલવી રહ્યા છે. દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વાંછિત પોષ, મ. સેવક વંછિત નવિ લહેરે, તે સેવકનો દોષ. મનરા..૯
અર્થ હે નાથ ! આપ દીક્ષા અંગીકાર કરતા પહેલા એક વર્ષ પર્યત સંવત્સરી-દાન અર્થાત્ વર્ષીદાન આપનાર છો, તેમાં સૌ કોઈ પોતાના મનોવાંછિતને મેળવશે જ્યારે, હું તો આપની ભવોભવની સેવિકા એટલે દાસી છું છતાં આપે મારા મનોવાંછિતને પૂર્યા નથી; તેમાં તે નાથ ! આપનો નહીં પણ મારા કર્મનો જ દોષ છે. દરિદ્રના ઘરે રત્નોની વૃષ્ટિ ન થાય તેમાં રત્નોનો શું વાંક હોઈ શકે ?
આ કેવું છે?” પ્રશ્નના જવાબમાં દષ્ટિ જગત-નિશ્ચય જગત સાંપડશે.
*