________________
શ્રી નમિનાથજી 849
તે ભૂમિકા પ્રમાણે, તે તે જીવને તથાપ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને અનુરૂપ સંયોગો મળે છે. મળેલા સંયોગો અને ભૂમિકાને અનુરૂપ ઉત્થાનને માર્ગે લઈ જનારું વિકાસશીલ જીવન જીવતાં દરેક જીવની પોતાની આમ્નાય પ્રમાણેનું જીવન પ્રશંસાપાત્ર બને છે.
આપણે તો કાર્યસિદ્ધિ સાથે પ્રયોજન છે. સામાને ખોટો કહેવા સાથે નહિ. વસ્તુની સચ્ચાઈનું પ્રતિપાદન પણ સ્વ-પરને લાભ થાય, તે હેતુથી કરવાનું છે.. જો સચ્ચાઇને કહેવા જતાં નુકસાન જણાતું હોય અથવા તો ભાવિમાં નુકસાનની સંભાવના જણાતી હોય, તો ત્યાં તે વસ્તુને ન જણાવવી અને મૌન રહેવું એજ માર્ગ છે.
હવે નિજિનના ચરણની ઉપાસના કેમ કરવી તે બતાવે છે. ષટ્કરિસણ જિન અંગ ભણીજે, ન્યાય રંગ જો સાધે રે; નમિજિનવરના ચરણ ઉપાસક, પદ્ઘરિસણ આરાધે રે.
અર્થ : સાંખ્ય, યોગ, બૌદ્ધ, મિમાંસક, ચાર્વાક અને જૈનદર્શન; આ છએ દર્શનો જિનેશ્વર ભગવાનના અંગરૂપે કહેવાય છે. શી રીતે ? તો કહે કે જિનેશ્વર ભગવાનની આકૃતિમાં છ દર્શનોની સ્થાપના છ અવયવમાં કરવામાં આવે તો, એ છએ દર્શનો જિનના અંગરૂપ અર્થાત્ અંગના અંગી તરીકે જણાશે.
આ છએ દર્શનોનું યથાવસ્થિત સ્વરૂપ સમજીને જે આરાધન કરે તેને નમિ જિનેશ્વરના ચરણનો ઉપાસક જાણવો.
વિવેચન ઃ જેમ પગ, હાથ, પેટ અને મસ્તક રૂપ અવયવોથીઅંગથી આખું શરીર (અંગી) કહેવાય છે તેમ છએ દર્શનો પણ જિનેશ્વર ભગવાનના અંગરૂપ છે. શરીરના એકએક અંગ તેમજ ઉપાંગ મળીને
ભવભીરતાથી સમ્યક્ત્વ આવે છે. પાપભીરતાથી પાપબંધથી બયી શકાય છે.