________________
850 હૃદય નયન નિહાળે જગધણી
સંપૂર્ણ શરીર બને છે. એ શરીરનું એક પણ અંગ ખંડિત થાય એટલે પછી તે સર્વાંગ સુંદર નથી કહેવાતો પણ વિકલાંગ દૂષિત કહેવાય છે અને તેથી શક્તિહીન થાય છે.
જે સર્વાંગની શક્તિ છે તે વિકલાંગની નથી. જેમ શરીરના એક એક અંગ મળીને સર્વાંગ કહેવાય છે અથવા તો તે એક એક અંગ એ સમગ્ર શરીરનો એક દેશ છે; તેમ જૈન દર્શનરૂપી એક અવિભાજ્ય અંગી કે અંશીમાંથી જ છુટા પડેલા-વિભાજિત થયેલા અન્ય અન્ય દર્શનો છે. સર્વ દર્શનની માન્યતાનો સમાવેશ સ્યાદ્વાદ એવા જૈનદર્શનમાં થાય છે.
જૈન દર્શનના એક એક અંગરૂપે રહેલાં, તે તે દર્શનો પાસે પોતપોતાની રીતે સાધના કરવા માટેના આગવા વિકલ્પો છે કારણકે તે આસ્તિક દર્શનો છે. જીવ, અજીવ, પુણ્ય, પાપ, મોક્ષ વગેરેને માનનારા છે. તેઓના દર્શનમાં પણ આત્મકલ્યાણ કરવા માટે ત્યાગ, તપ, સંન્યાસ, વ્રત, જપ, નિયમ વગેરે બતાવવામાં આવ્યા છે.
અનાર્યદેશ કરતાં આર્યદેશની મહત્તા જ એ છે કે જેના પગલે પગલે ત્યાગ અને વૈરાગ્યની વાતો છે કે જ્યાં ભોગને હેય એટલે ત્યાજ્ય અને ત્યાગને ઉપાદેય એટલે કે ગ્રાહ્ય માનવામાં આવેલ છે. જ્યારે અનાર્યોમાં ભોગની જ પ્રધાનતા છે. ત્યાગ જેવો કે મોક્ષ જેવો શબ્દ પણ જ્યાં નથી, તો પછી ત્યાં ત્યાગમાર્ગ કે મોક્ષમાર્ગ તો હોય જ ક્યાંથી ? આર્ય એટલે ઉત્તમ અને જ્યાં ઉત્તમતા નથી તે અનાર્ય.
એ આસ્તિક દર્શનકારોએ બતાવેલ સાધનાના વિકલ્પોથી પણ સાધના કરવામાં આવે અને બીજી કોઇ ખટપટમાં પડવામાં ન આવે તો સાધ્યથી અભેદ થઈ શકાય છે-મોક્ષ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ તેમાં
ભવભીરતાનો શબ્દાર્થ છે ભવનો ભય અને એનો લક્ષ્યાર્થ છે
મોક્ષની ઈચ્છા-ભવભ્રમણથી મુક્તિ-સ્વયં પરમાત્મસ્વરૂપ બનવાની ઈચ્છા.