________________
848
હૃદય નયન નિહાળે જગધણી
તેનો જોટો જગતમાં જડે તેમ નથી. જાણે તેઓ કહી રહ્યા છે કે જગતને તમે મિત્ર બનાવો! તમારું બનાવો! અને મોક્ષમાર્ગ સાધો!
પોતાની લીટીને મોટી કરવા બીજાની લીટીને કાપીને નાની કરવી અને એ દ્વારા પોતાની મહાનતા બતાવવી એ જૈન શાસનનો સ્યાદ્વાદ નથી પણ કનિષ્ઠ વાદ છે. બીજાની જે લીટી છે, તેને તેમજ રહેવા દઇ આપણી લીટીને મોટી દોરી શકાય છે અને એ રીતે પણ પોતાની મહાનતા બતાવી શકાય છે.
આનંદઘનજી મહારાજા, એ તે કાળના મહાન સાધક હોવાના કારણે તેમની શૈલિમાં મોટેભાગે પોઝિટિવ એપ્રોચ જ-વિધેયાત્મક અભિગમ જ જોવા મળે છે. અન્ય દર્શનો ખોટા છે એમ કહી કહીને તેને નકારવામાં આવે, તો આપણી પરિણતિમાં પણ ખંડનપ્રિયતા આવે. ખંડનની રુચિ એ અધ્યાત્મની વિરોધી છે. બીજાને ખોટા કહેવા કરતાં બીજા કઇ અપેક્ષાએ સાચા છે એવો પોઝિટિવ એપ્રોચ કરવામાં આવે તો સમન્વય સાધી શકાય. ત્રુટિની પૂર્તિ કરીને સામા આત્માને ઉપર ચઢાવી શકાય તેમજ મોક્ષમાર્ગ નિરાબાધપણે સાધી શકાય.
અધ્યાત્મના માર્ગમાં બીજો જે માન્યતા ધરાવતો હોય તે ખોટી હોય, તો પણ તેને ખોટો કહેવાની ઉતાવળ કરવા જેવી નથી. કારણકે તે માન્યતા સાથે તેનો આત્મા જોડાયેલો છે. એ માન્યતાને પોતાનો આધાર બનાવીને – પોતાનો પ્રાણ બનાવીને તે જીવે છે એટલે તેને ખોટો કહેતાં તેના ભાવપ્રાણ દુઃભાતા તેની હિંસા થાય છે. એટલે જો કોઈ Positive approach-વિધેયાત્મક વલણ દ્વારા તેની ભૂલ બતાવી દેવાતી હોય અને કાર્યસિદ્ધિ થઇ જતી હોય તો તે માર્ગ જ અપનાવવાનું જ્ઞાનીઓ કહે છે. વળી તથાભવ્યતા અનુસારે ક્રમબદ્ધ પર્યાયની જે ભૂમિકા હોય,
મન એ સ્થાન છે જ્ઞાન અને વેદનનું.