________________
શ્રી નેમિનાથજી
977
સીમીત હોય છે. તેમાં નિશ્ચયે કામ્યબુદ્ધિ હોય છે.
જગતના સર્વપ્રાણીઓ પ્રાયઃ કરીને કામ્યતા એટલે ભોગના સાધનોની પ્રાપ્તિ માટે જ આવો પ્રેમ કરે છે. વિષયોમાં રક્તતા, ઇષ્ટતા, સ્વપણાની પ્રતિષ્ઠા, એ કામ્યતા છે. આવો કામ્યબુદ્ધિવાળો પ્રેમ, તે સ્વાર્થબુદ્ધિવાળો-ફળની આકાંક્ષાવાળો પ્રેમ છે. જો તે ન સચવાય તો વૈરભાવોની વૃદ્ધિરૂપ દ્વેષભાવનો જનક બને છે. આવો સ્વાર્થયુક્ત પ્રેમ, જીવો પોતાના અજ્ઞાન અને મિથ્યાત્વના કારણે કરે છે, જેના ફળમાં પોતાના સ્વાર્થને-દોષોને પોષે છે. સ્ત્રી-પુરુષનો વિષયાભિલાષી પ્રેમ હોય છે, તો માતા-પિતાનો સંતાનો પ્રત્યેનો પ્રેમ સેવાના ફળની આશાવાળો હોય છે. રાજા અને પ્રજાનો પ્રેમ રક્ષણની અપેક્ષાવાળો હોય છે. વ્યાપારીવ્યાપારી વચ્ચેનો પ્રેમ અર્થની લાલસાથી હોય છે, જેમાં ઇષ્ટની સિદ્ધિ ન થાય તો તે પ્રેમ વૈરમાં પરિણમે છે. આવો પ્રેમ તામસ પ્રકૃતિ યુક્ત ગણાય અને તે હિંસાદિમાં પરિણમે. આવા જીવોને ધર્મપરિણામમાં બુદ્ધિ થતી નથી અને થાય તો ચાહના વગરની હોય છે.
દ્વિતીય સાસ્વાદન ગુણસ્થાનકનો કાળ બહુ અલ્પ એટલે વધુમાં વધુ છ આવલિકાનો હોય છે. ત્યાં સમ્યક્ત્વથી પતન પામતા આવવાપણું હોય છે. અહિંયા કાંઇક ઉપર ઉઠવાપણું હતું પણ હાલ તો પતન પરિણામ જ છે એટલે ત્યાંથી નીચે ઉતરીને પાછા પહેલા ગુણસ્થાનકે આવવાપણું હોય છે. આ અવસ્થાએ અશુદ્ધ અંશ હોવા છતાં સાધુ સંગતિ, ગુણાનુરાગ, વંદન, પુજન, સત્કાર, સન્માન, ઉપદેશશ્રવણ વગેરે ત્યાં હોય છે. દેહથી ભિન્ન પોતે આત્મા છે અને પોતે દેહમાં રહેલો છે એવો ખ્યાલ હોય છે. જ્ઞાનાવરણનો ક્ષયોપશમ, વિવેક, ગુરુની ઉપાસના, અધ્યાત્મભાવના, તત્ત્વબોધ, વગેરે હોય છે. રાજસપ્રકૃતિ છૂટતાં
દૃષ્ટિમાં દૃષ્ટા સમાઈ જાય; એ છે ‘અપ્પાણં વોસિરામી’નો સાયો અર્થ.